Bloomberg Billionaire’s Index : અદાણી ગ્રૂપ( Adani Group)ના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી( Gautam Adani)એ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે સૌથી વધુ સંપત્તિનો ઉમેરો કર્યો છે. ગૌતમ અદાણીએ ટેસ્લાના એલોન મસ્ક( Elon Musk), એમેઝોનના જેફ બેઝોસ(Jeff Bezos), માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ (Bill Gates)અને વોરેન બફેટ( Warren Buffett)ને પણ સંપત્તિ સંપાદનના મામલામાં પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaire’s Index) અનુસાર ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ગૌતમ અદાણીની સંપત્તિમાં 21.1 અબજ ડોલરનો વધારો થયો છે.
બીજા સ્થાને બર્કશાયર હેથવે(Berkshire Hathaway) ના વોરેન બફેટનું નામ છે જેમની સંપત્તિમાં સમાન સમયગાળામાં 18.7 અબજ ડોલરનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ( Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani) આ મામલે ત્રીજા સ્થાને છે અને તેમની સંપત્તિમાં 8.24 અબજ ડોલરનો વધારો થયો છે. વિશ્વના ટોચના 10 અબજોપતિઓમાંથી 8 અમેરિકામાંથી એક ભારતીય અને એક ફ્રાન્સનો છે.
એલોન મસ્ક 271 અબજ ડોલર સાથે ટોચના 10 અબજોપતિઓમાં પ્રથમ ક્રમે છે જોકે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે તેમની સંપત્તિમાં માત્ર 1.14 અબજ ડોલરનો વધારો થયો છે. એમેઝોનના જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 4.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી 98.2 અબજ ડોલર સાથે વિશ્વના અબજોપતિઓમાં 10મા ક્રમે છે જ્યારે ગૌતમ અદાણી 97.6 અબજ ડોલર સાથે 11મા ક્રમે છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી જતી મોંઘવારી અને ક્રૂડ ઓઈલના ઉકળતા કારણે વિશ્વ અસ્થિરતા જોઈ રહ્યું છે.
અદાણી વિલ્મર(Adani Wilmar) સ્ટોકે છેલ્લા 50 દિવસમાં જબરદસ્ત વળતર આપ્યું છે. કંપનીનો સ્ટોક આ વર્ષે 8 ફેબ્રુઆરીએ BSE પર રૂ. 221 પર લિસ્ટ થયો હતો. શુક્રવારે શેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને રૂ. 542નો આંક પણ વટાવી ગયો હતો. અદાણી વિલ્મરનો શેર 133% વધ્યો છે. આ તેનું અત્યાર સુધીનું ઓલ ટાઈમ હાઈ(All Time High) લેવલ છે. આ રીતે IPO રોકાણકારોના નાણાં માત્ર 50 દિવસમાં બમણાથી વધુ થઈ ગયા છે.
આ પણ વાંચો: MONEY9: ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં ટેક્સની બચત કેવી રીતે કરશો, જાણો આ વીડિયોમાં
આ પણ વાંચો : MONEY9: કયા ફંડમાં કેટલો ખર્ચ થાય છે અને રિટર્ન કેટલું મળી શકે છે, જાણો આ વીડિયોમાં