મહિન્દ્રા ઓટોના પડશે ભાગલા, કંપની ત્રણ અલગ-અલગ યુનિટમાં વહેંચાશે

|

May 06, 2022 | 5:59 PM

દેશની સૌથી મોટી કંપની મહિન્દ્રા ગ્રુપ (Mahindra Group) તેના ઓટોમોબાઈલ બિઝનેસને ત્રણ અલગ-અલગ યુનિટમાં વિભાજિત કરવાની યોજના ધરાવે છે. રિપોર્ટ અનુસાર, આ માટે કંપનીએ રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

મહિન્દ્રા ઓટોના પડશે ભાગલા, કંપની ત્રણ અલગ-અલગ યુનિટમાં વહેંચાશે
Mahindra Auto

Follow us on

દેશની સૌથી મોટી કંપની મહિન્દ્રા ગ્રુપ (Mahindra Group) તેના ઓટોમોબાઈલ બિઝનેસને ત્રણ અલગ-અલગ યુનિટમાં વિભાજીત કરવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીએ રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. કંપની તેની ઓટો કામગીરીને ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles), ટ્રેક્ટર અને પેસેન્જર વ્હીકલ બિઝનેસમાં ડી-મર્જ કરવાની યોજના ધરાવે છે. મીડિયા અહેવાલો અનુસાર, મહિન્દ્રા ગ્રૂપ પણ EV યુનિટ માટે ભંડોળ શોધી રહ્યું છે અને તેને ઇટાલિયન ડિઝાઇન હાઉસ Automobili Pininfarina સાથે મર્જ કરીને એક અલગ કંપની બનાવશે. મહિન્દ્રાએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આ સિવાય તમને જણાવી દઈએ કે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયાની દુનિયામાં એક્ટિવ રહે છે અને પોતાના અનોખા ટ્વિટ્સ માટે જાણીતા છે. તેઓ ગામડાઓ અને શહેરોમાં રહેતા સામાન્ય માણસના નાના કામોમાં પણ મોટો બોધપાઠ જુએ છે અને તેને શેર કરે છે, આ જ કારણ છે કે તેમના દ્વારા શેર કરવામાં આવેલી દરેક પોસ્ટ ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

આનંદ મહિન્દ્રાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

તાજેતરના દિવસોમાં, તેમના દ્વારા શેર કરાયેલ એક તસવીર ચર્ચાનો વિષય બની રહી છે. જેને જોયા પછી તમે પણ કહેશો – મહિન્દ્રાજી તમે ખરેખર અદ્ભુત છો. આ તસવીર શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે હાથગાડી પર એક કાર રાખવામાં આવી છે. જેની માલિકી ખુદ મહિન્દ્રા કંપનીની છે. આનંદ મહિદ્રાએ પોતે આ તસવીર પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરી અને લખ્યું, આ તસવીર મારા એક મિત્ર દ્વારા મોકલવામાં આવી છે. મારા મિત્રે લખ્યું છે, મહિન્દ્રા ગમે તે રીતે પ્રગતિ કરી રહી છે. મેં તેને હકારાત્મક રીતે લીધું. આપણે હંમેશા આગળ વધતા રહેવાનું છે.

આનંદ મહિન્દ્રાના ટ્વિટર એકાઉન્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગપતિઓ વારંવાર નવા વિચારોનું સમર્થન કરે છે. વ્યક્તિગત લોકોને અથવા તેઓને ગમતા સ્ટાર્ટઅપને પણ ટેકો આપે છે. આવી જ એક કંપની છે સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસ. મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અગ્નિકુલ કોસ્મોસમાં રોકાણ કર્યું હતું.

Next Article