LPG Gas Subsidy Status: શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? આ રીત ચેક કરો

|

Mar 08, 2021 | 8:56 AM

LPG Gas Subsidy Status: પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચવા સાથે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમત પણ ઊંચી જઈ રહી છે. 1 માર્ચે એલપીજી સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.

LPG Gas Subsidy Status: શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? આ રીત ચેક કરો
File Photo

Follow us on

LPG Gas Subsidy Status: પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચવા સાથે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમત પણ ઊંચી જઈ રહી છે. 1 માર્ચે એલપીજી સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારે ગેસ સિલિન્ડરોમાં મળતી સબસિડી સીધી બેંક ખાતાઓમાં આપવાનું શરૂ કર્યું છે.

મોટાભાગના લોકો સિલિન્ડરની સબસિડીને લઈને મૂંઝવણમાં છે, કારણ કે તેમને ખબર નથી હોતી કે સબસિડી આવે છે કે નહીં. પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને એક રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે, ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

www.mylpg.in વેબસાઇટ પર લોગ ઈન કરો
આ માટે તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ www.mylpg.in લોગ ઇન કરવું પડશે. વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામમાંથી તમારી સેવા પ્રદાતા કંપનીનું નામ પસંદ કરો. આ પછી તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે. તે એન્ટર કરો જે પછી, તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો જે બાદ તમારી સબસિડીની તમામ વિગતો તમારી સ્ક્રીન પર દર્શાવાશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમની વિગતો શામેલ છે. ઉપરાંત, જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી, તો તમે તરત જ ફીડબેક બટનને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.

સબસિડી ન મળવાનું મોટું કારણ
સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે જોડવું ન હોવું છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Next Article