લો બોલો ભવિષ્યમાં માનવ ઉડવા માટે પણ સક્ષમ બનશે, જાણો કઈ રીતે બનશે શક્ય

|

Nov 11, 2020 | 12:03 PM

કાર ઉત્પાદક કંપની BMW એ માનવને ઉડવાની શક્તિ પણ પ્રદાન કરવાનો દાવો કર્યો છે . પેટ્રોલ અને ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીએ આ વખતે વિંગસુટ ડિઝાઇન કર્યો છે. આ શૂટ બેટમેન જેવી ફીલ આપે છે. સૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે અને છેલ્લા 3 વર્ષની જહેમત બાદ તે તૈયાર કરાયો છે. આ સૂટ બનવાનો ખ્યાલ […]

લો બોલો ભવિષ્યમાં માનવ ઉડવા માટે પણ સક્ષમ બનશે, જાણો કઈ રીતે બનશે શક્ય

Follow us on

કાર ઉત્પાદક કંપની BMW એ માનવને ઉડવાની શક્તિ પણ પ્રદાન કરવાનો દાવો કર્યો છે . પેટ્રોલ અને ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીએ આ વખતે વિંગસુટ ડિઝાઇન કર્યો છે. આ શૂટ બેટમેન જેવી ફીલ આપે છે. સૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે અને છેલ્લા 3 વર્ષની જહેમત બાદ તે તૈયાર કરાયો છે.

આ સૂટ બનવાનો ખ્યાલ એક વ્યાવસાયિક વિંગસુટ પાઇલટ પીટર સાલ્ઝમના મનમાં આવ્યો હતો. BMW i  અને ડિઝાઇન વર્કસ વચ્ચે એક કોલોબ્રેશન બાદ  વિંગસ્યુટ તૈયાર કરાયો છે. પીટરએ વિંગસૂટ પહેરીને પરીક્ષણ કર્યું છે અને તેનો  વીડિયો યુટ્યુબ પર પણ શેર કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વિંગ્સ્યુટ સાથે પીટર ઉડાન ભરવામાં સફળ રહ્યો છે. સામાન્ય વિંગ્સ્યુટની ગતિ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે પરંતુ BMW ના વિંગસૂટની ઝડપ 300 કિ.મી. નોંધાઈ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

BMW દ્વારા તૈયાર કરાયેલ  આ ઇલેક્ટ્રિક વિંગ્સ્યુટમાં બે કાર્બન પ્રોપેલર્સ અને ફ્લાય માટે ઇમ્પેલર છે જે 7.5 KW પાવરનું આઉટપુટ ઉત્પન્ન કરે છે.વિંગસૂટની ઝડપ આશરે 25,000 RPM છે અને કુલ આઉટપુટ 15 KW અથવા 20 BHP સુધી છે. જો કે હાલમાં તે માત્ર 5 મિનિટનો છે. હાલમાં આ સૂટનો ઉપયોગ માત્ર પરીક્ષણ સ્તર પર કરવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article