AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LICમાં તમે જમા કરાવેલા રૂપિયાનું શું કરે છે સરકાર? વાંચો આ અહેવાલ

LICનું નેટવર્ક દેશનું સૌથી મોટું છે અને સરકાર ઇચ્છે છે કે આ નેટવર્કનો ઉપયોગ આઈપીઓ દ્વારા થાય. કર્મચારીઓની વાત કરીએ તો, લાખો લોકો કંપની સાથે સંકળાયેલા છે. જેમાં ફક્ત એજન્ટોની સંખ્યા 12 લાખથી વધુ છે.

LICમાં તમે જમા કરાવેલા રૂપિયાનું શું કરે છે સરકાર? વાંચો આ અહેવાલ
LIC
| Updated on: Feb 03, 2021 | 12:23 PM
Share

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો આઈપીઓ લાવવા સરકારે બજેટમાં જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે LICના આઈપીઓ દ્વારા સરકાર મોટી રકમ એકત્ર કરી શકે છે. LICનું નેટવર્ક દેશનું સૌથી મોટું છે અને સરકાર ઇચ્છે છે કે આ નેટવર્કનો ઉપયોગ આઈપીઓ દ્વારા થાય. કર્મચારીઓની વાત કરીએ તો, લાખો લોકો કંપની સાથે સંકળાયેલા છે. જેમાં ફક્ત એજન્ટોની સંખ્યા 12 લાખથી વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે LICમાં તમે જે પૈસા જમા કરાવ્યા છે તેનાથી કંપની શું કરે છે.

ડિસેમ્બર 2019 સુધીમાં, કંપનીનું કુલ રોકાણ 30.55 લાખ કરોડથી વધુ છે. જેમાંથી 648 કરોડ ભારત સરકારના વિવિધ કોર્પોરેશનો પાસે છે, બાકીની રકમ પોલિસી હોલ્ડર્સની છે.

અહીં રોકવામાં આવે છે રૂપિયા 31 ડિસેમ્બર 2019 સુધી, કંપનીના કુલ રોકાણની રકમના 67 ટકા, જે 20.60 લાખ કરોડ છે, તેનું કંપનીએ જુદી જુદી રીતે રોકાણ કર્યું છે. * 20.60 લાખ કરોડમાંથી કંપનીએ બોન્ડમાં લગભગ 2 લાખ કરોડનું રોકાણ કર્યું છે. * ઇક્વિટી શેરમાં આશરે 7.7 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. * વિવિધ રોકાણ સંપત્તિમાં 1 લાખ કરોડની રકમનું રોકાણ કરાયું છે. * બાકીની રકમ મ્યુચ્યુઅલ ફંડ્સ, પેટા કંપનીઓ અને અન્ય દેવાની સિક્યોરિટીઝમાં રોકવામાં આવી છે. * ગયા વર્ષે આઈડીબીઆઈ બેંકનો હિસ્સો ખરીદવામાં લગભગ 21,000 કરોડનું રોકાણ કરાયું હતું.

કેટલું મોટું છે નેટવર્ક જીવન વીમા નિગમમાં એક લાખથી વધુ કર્મચારીઓ છે. જો આપણે એજન્ટો વિશે વાત કરીએ, તો આ સંખ્યા 12.08 લાખથી વધારે છે. નાણાકીય વર્ષ 2019-20માં, કંપનીએ પ્રીમિયમ આવકમાં 25.17 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એલઆઈસીનો બજાર હિસ્સો 75 ટકાથી વધુ છે. ફક્ત પ્રીમિયમ માર્કેટનો હિસ્સો 68 ટકાથી વધુ છે.

આઈપીઓ ક્યારે આવશે? ભારતીય જીવન વીમા નિગમનો આઈ.પી.ઓ. આ વર્ષે ઓક્ટોબર પછી આવે તેવી સંભાવના છે. સરકારે મહામારીથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને પ્રોજેક્ટ્સના નાણાં પૂરાં કરવા માટે આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામથી રૂ.1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">