LIC Q4 Results: LICનો ચોખ્ખો નફો 17 ટકા ઘટીને રૂ. 2409.39 કરોડ થયો, શેર દીઠ રૂ. 1.5નું ડિવિડન્ડ જાહેર કર્યું

|

May 30, 2022 | 7:21 PM

માર્ચ ક્વાર્ટરમાં LICની ચોખ્ખી પ્રીમિયમ આવક 17.88 ટકા વધીને રૂ. 1,44,158.84 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની પ્રીમિયમ આવક રૂ. 1,22,290.64 કરોડ હતી. કંપનીને તેની પ્રથમ વર્ષની પ્રીમિયમ આવકમાં 32.65 ટકાનો વધારો થયો છે.

LIC Q4 Results: LICનો ચોખ્ખો નફો 17 ટકા ઘટીને રૂ. 2409.39 કરોડ થયો, શેર દીઠ રૂ. 1.5નું ડિવિડન્ડ જાહેર કર્યું
LIC Q4 Results

Follow us on

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  (Life Insurance Corporation)એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં LICનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 17.41 ટકા ઘટીને રૂ. 2409.39 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનું ટર્નઓવર રૂ. 2,917.33 કરોડ હતું. એક નિયમનકારી ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી વીમા કંપનીએ શેર દીઠ રૂ. 1.50ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. શેરબજાર (Stock market)માં લિસ્ટિંગ બાદ LICનું આ પ્રથમ ત્રિમાસિક પરિણામ છે.

માર્ચ ક્વાર્ટરમાં LICની ચોખ્ખી પ્રીમિયમ આવક 17.88 ટકા વધીને રૂ. 1,44,158.84 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની પ્રીમિયમ આવક રૂ. 1,22,290.64 કરોડ હતી. કંપનીએ તેની પ્રથમ વર્ષની પ્રીમિયમ આવકમાં 32.65 ટકાનો વધારો કરીને રૂ. 14,663.19 કરોડ, નવીકરણ પ્રીમિયમ આવક 5.37 ટકા વધીને રૂ. 71,472.05 કરોડ અને સિંગલ પ્રીમિયમ આવક 33.70 ટકા વધીને રૂ. 58,250.91 કરોડ નોંધાઈ છે. કંપનીની રોકાણ આવક રૂ. 67,855.59 કરોડ રહી હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રોકાણમાંથી કંપનીની આવક રૂ. 67,684.27 કરોડ હતી.

LICનો શેર 1.89 ટકા વધીને બંધ રહ્યો હતો

સોમવારે LICના શેરમાં વધારો થયો હતો. BSE પર શેર 1.89 ટકા વધીને રૂ. 837.05 પર બંધ થયો હતો. બંધ ભાવે LICનું માર્કેટ કેપ રૂ. 5,29,433.93 કરોડ છે. LICના IPOએ રોકાણકારોને નિરાશ કર્યા છે. LIC (Life Insurance Corporation)ના શેર તેના IPOની ઈશ્યૂ કિંમતથી 14% ઘટ્યા છે. કંપનીના શેર 17 મેના રોજ લિસ્ટ થયા હતા. તેના શેરનું લિસ્ટિંગ (LIC શેર લિસ્ટિંગ) ડિસ્કાઉન્ટ પર કરવામાં આવ્યું હતું. તે પછી શેરબજારની સફર LIC માટે અત્યાર સુધી સારી રહી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

IPOએ રોકાણકારોને આપ્યો આંચકો

LIC IPO માટે પ્રાઈસ બેન્ડ 902-949 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપનીનો સ્ટોક લગભગ 9 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માર્કેટમાં લિસ્ટ થયો હતો. LICના IPOનું કદ રૂ. 20,557 કરોડ હતું અને તે 2.95 ગણું સબસ્ક્રાઈબ થયું હતું. લિસ્ટિંગ બાદ તેની કિંમત સતત ઘટી રહી છે.

LICના રોકાણકારો ખોટમાં

સોમવારે, BSE પર LICનો શેર 1.89 ટકાના વધારા સાથે રૂ. 837 પર બંધ થયો હતો. હાલમાં કંપનીનું mcap (LIC MCap) રૂ. 5.29 લાખ કરોડ છે. મોટી સંખ્યામાં LIC પોલિસીધારકોએ IPO દ્વારા કંપનીમાં રોકાણ કર્યું છે, જે હાલમાં ખોટમાં ચાલી રહી છે.

Next Article