LICએ ગ્રૂપ એક્સિડન્ટ બેનિફિટ પોલિસી લોન્ચ કરી, જાણો ખાસ ફીચર્સ

|

Jun 03, 2022 | 2:57 PM

એલઆઈસી (LIC) એ 3 જૂન 2022ના રોજ નવી એક્સિડન્ટ બેનિફિટ પોલિસી શરૂ કરી. બીએસઈમાં (BSE) આપેલી માહિતી મુજબ LIC એક્સિડન્ટ બેનિફિટ રાઇડર પોલિસી એ નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટીંગ, ગ્રુપ હેલ્થ રાઇડર પ્લાન છે.

LICએ ગ્રૂપ એક્સિડન્ટ બેનિફિટ પોલિસી લોન્ચ કરી, જાણો ખાસ ફીચર્સ
LIC introduced new accident insurance policy.

Follow us on

દેશની સૌથી મોટી વીમા કંપની, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (Life Insurance Corporation) ઓફ ઈન્ડિયાએ શુક્રવાર 03 જૂન 2022ના રોજ નવી પોલીસી લોન્ચ કરી છે. એલઆઈસીએ (LIC Group Accident Benefit Rider) ગ્રુપ એક્સિડન્ટ બેનિફિટ્સ રાઇડર નામની નવી પોલિસી લોન્ચ કરી છે. વીમા કંપનીએ નવી પોલિસી અંગે સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે. બીએસઈમાં આપેલી માહિતી મુજબ LIC એક્સિડન્ટ બેનિફિટ રાઇડર પોલિસી એ નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટ, ગ્રુપ હેલ્થ રાઇડર પ્લાન છે. લિસ્ટિંગ પછી આ કંપનીની બીજી નવી પ્રોડક્ટ છે. ગયા અઠવાડિયે LIC એ બીમા રત્ન નામની નવી જીવન વીમા પૉલિસી લૉન્ચ કરી હતી.

તમને જણાવી દઈએ કે LICનો સ્ટોક 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થયો હતો. શેર રૂ. 949ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 872ના સ્તરે લિસ્ટ થયો હતો. 3 જૂને, BSE પર LICનો શેર 0.48 ટકાના ઘટાડા સાથે રૂ. 802 પર ટ્રેડ થઈ રહ્યો છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

માર્ચ ક્વાર્ટરમાં LICનો નેટ પ્રોફીટ ઘટ્યો

એલઆઈસીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો 30 મેના રોજ જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ નફો 17.41 ટકા ઘટીને રૂ. 2409.39 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનું ટર્નઓવર રૂ. 2,917.33 કરોડ હતું. દેશની સૌથી મોટી વીમા કંપનીએ શેર દીઠ રૂ. 1.50ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. શેરબજારમાં લિસ્ટિંગ બાદ LICનું આ પ્રથમ ત્રિમાસિક પરિણામ છે.

LICએ રોકાણકારોના પૈસા ડૂબાડ્યા

LICના શેરે રોકાણકારોને નિરાશ કર્યા છે. કંપનીનો શેર સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર સ્ટોક રૂ. 802.35 પર છે. લિસ્ટિંગના દિવસે LICનું માર્કેટ રૂ. 5,68,000 કરોડ હતું, જે હવે રૂ. 60,735.18 કરોડ ઘટીને રૂ. 5,07,486.19 કરોડ પર આવી ગયું છે. આ રીતે રોકાણકારોના 68 હજાર કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા.

સરકારને LIC IPOમાંથી 20,557 કરોડ રૂપિયા મળ્યા છે. LIC ઇશ્યુને સ્થાનિક રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સરકારે LICના શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 949 પ્રતિ શેર નક્કી કરી હતી, જોકે, LICના પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને શેર દીઠ અનુક્રમે રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળ્યા હતા. LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને તેના શેર 12 મેના રોજ બિડર્સને ફાળવવામાં આવ્યા હતા.

LIC બીમા રત્ન પોલિસીની વિશેષતાઓ-

LIC બીમા રત્ન પોલિસી સેવિંગ્સ એ જીવન વીમા ઉત્પાદન છે જે સંરક્ષણ કવચ સાથે બચતનો લાભ આપે છે. આ એક પૉલિસી છે જે પૈસા પાછા આપે છે તેમજ ગેરંટીકૃત વળતર આપે છે. પોલિસીના પ્રીમિયમ અને મેચ્યોરિટી રિટર્નને સમજવા માટે કોઈ બોન્ડ પેપરનો સંદર્ભ લઈ શકે છે.

પોલિસીધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં, તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. આ પોલિસી મનીબેક પોલિસી છે, તેથી એકાઉન્ટ ધારકને નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા પોલિસીની મુદત દરમિયાન સમયાંતરે ચુકવણીઓ મળે છે. આ ઈન્સ્યોરન્સમાં લોનની સુવિધા પણ છે જેથી ઈમરજન્સી ખર્ચને પહોંચી શકાય.
Next Article