LIC IPO: આ સરકારી કંપની RELIANCE ને બીજા ક્રમે ધકેલશે? આ મહિને થઈ શકે છે મોટી જાહેરાત , જાણો વિગતવાર

|

Jun 04, 2021 | 8:05 AM

દેશના સૌથી મોટા IPO તરીકે રોકાણકારો LIC ના IPO નો ઇંતેજાર કરી રહ્યા છે. તાજેતરના એક અહેવાલ મુજબ સરકાર આ IPO અંગે ચાલુ મહિને ઇન્વેસ્ટમેન્ટ બેંકો પાસેથી દરખાસ્તો માંગી શકે છે.

LIC IPO: આ સરકારી કંપની RELIANCE ને બીજા ક્રમે ધકેલશે? આ મહિને થઈ શકે છે મોટી જાહેરાત , જાણો વિગતવાર
LIC IPO

Follow us on

દેશના સૌથી મોટા IPO તરીકે રોકાણકારો LIC ના IPO નો ઇંતેજાર કરી રહ્યા છે. તાજેતરના એક અહેવાલ મુજબ સરકાર આ IPO અંગે ચાલુ મહિને ઇન્વેસ્ટમેન્ટ બેંકો પાસેથી દરખાસ્તો માંગી શકે છે. સૂત્રો અનુસાર આગામી સમયમાં સરકાર આ અંગે ઇન્વિટેશન મોકલશે. માનવામાં આવી રહ્યું છે કે એલઆઈસી આઇપીઓ(LIC IPO) અંગેનો નિર્ણય માર્ચ 2022 સુધીમાં લેવામાં આવશે.

બજારના નિષ્ણાતો અનુસાર LIC IPO ભારતનો સૌથી મોટો IPO હશે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રાખ્યું છે. જેમાં એલઆઈસી આઇપીઓ સિવાય એર ઇન્ડિયા અને બીપીસીએલનું વેચાણ શામેલ છે. Jefferies Indiaના વડા પ્રખર શર્માના જણાવ્યા અનુસાર, એલઆઈસીનું મૂલ્ય 261 અબજ ડોલર મુજબ આશરે 19 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. આવી સ્થિતિમાં લિસ્ટિંગ સાથે એલઆઈસી દેશની સૌથી મૂલ્યવાન કંપની બનશે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 199 અબજ ડોલરની નજીક છે.

439 અબજ ડોલરની સંપત્તિ
LICની સંપત્તિઓ વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019 – 20 માટે તેની કુલ સંપત્તિ 439 અબજ ડોલર હતી. જીવન વીમા ક્ષેત્રે તેનો બજારમાં હિસ્સો 69 ટકાની નજીક છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

8 કંપનીઓમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચ્યો
જીવન વીમા નિગમ એટલે કે LIC તેના IPO પહેલાં કેટલાક મોટા નાણાકીય નિર્ણયો લઈ રહ્યું છે. એલઆઈસીએ માર્ચ ક્વાર્ટરમાં 8 કંપનીઓમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. એલઆઈસી એ દેશનો સૌથી મોટો સંસ્થાકીય રોકાણકાર છે. પબ્લિક ટ્રેડેડ કંપનીઓની કુલ બજાર કિંમતમાં તેનો હિસ્સો ઘટીને માત્ર 3.66 ટકા થયો છે જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે. આ માહિતી પ્રાઇમ ડેટાબેસ દ્વારા આપવામાં આવી છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નિફ્ટીમાં 5 ટકાનો વધારો થયો જેના કારણે એલઆઈસીએ મોટું પ્રોફિટ બુકીંગ કર્યું છે.

ક્યાં હિસ્સો ઘટાડયો ?
રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીઓમાં એલઆઈસીનો હિસ્સો 3.7 ટકા અને માર્ચ ૨૦૨૦ ના ક્વાર્ટરમાં 3.88 ટકા હતો. જૂન ૨૦૧૨ માં આ કંપનીઓમાં એલઆઈસીનો હિસ્સો 5 ટકા હતો. કોઈપણ કંપની કે જેમાં એલઆઈસીનો 1 ટકા અથવા વધુ હિસ્સો છે તે ડેટા એજન્સી પાસે ઉપલબ્ધ છે જેના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.આ કંપનીઓમાં એલઆઈસીએ તેનો હિસ્સો શૂન્ય કરી દીધોછે.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
હિન્દુસ્તાન મોટર
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા
જ્યોતિ સ્ટ્રક્ચર
મોર્પેન લેબ
આરપીએસજી
ઇન્સેક્ટીસાઇડ્સ ઇન્ડિયા
દાલમિયા ભારતી સુગર

Next Article