AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO માં ચાઇનીસ કંપનીઓને રોકાણ કરવાની મંજૂરી નહીં અપાય, જાણો કેમ લીધો સરકારે આ નિર્ણય

મોદી સરકાર ચીની રોકાણકારોને LIC માં શેર ખરીદતા રોકવા માંગે છે. તેથી એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવાથી ઉદ્ભવતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે.

LIC IPO માં ચાઇનીસ કંપનીઓને રોકાણ કરવાની મંજૂરી નહીં અપાય, જાણો કેમ લીધો સરકારે આ નિર્ણય
LIC IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:35 PM
Share

કેન્દ્રની નરેન્દ્ર મોદી(Narendra Modi Government) સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનો આઇપીઓ(LIC IPO ) રજૂ કરતા પહેલા વિદેશી રોકાણ(Foreign Investment) ને મંજૂરી આપવાનું વિચારી રહી છે. જોકે આ દરમિયાન માહિતી મળી રહી છે કે કેન્દ્ર ચીનને LIC ના IPO (China Restricted) માં રોકાણ કરવા દેશે નહીં. આ માટે સરકાર એક ખાસ યોજના બનાવી રહી છે. ખરેખર સરકાર માને છે કે એલઆઈસી જેવી કંપનીઓમાં ચીન દ્વારા કરવામાં આવેલું રોકાણ જોખમ ઉભું કરી શકે છે.

મોદી સરકાર ચીની રોકાણકારોને LIC માં શેર ખરીદતા રોકવા માંગે છે. તેથી એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવાથી ઉદ્ભવતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદ પર ગયા વર્ષે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સંઘર્ષ થયું ત્યારથી ભારત સતત ચીન સામે કડક પગલાં લઈ રહ્યું છે. આ અંતર્ગત ચીનથી આયાત થતા ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ચાર્જ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ઘણી ચાઈનીઝ મોબાઈલ એપ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઘણા પ્રોજેક્ટ્સ પર કરારો પણ સમાપ્ત કરવામાં આવ્યા હતા.

સરહદ વિવાદ વચ્ચે કારોબારી સંબંધ નહિ રાખવાનો નિર્ણય ભારત સરકારના નાણા મંત્રાલય અને એલઆઈસી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. વિદેશ મંત્રાલય અને ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ અત્યાર સુધી કંઇ કહ્યું નથી. જોકે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે લદ્દાખ સરહદ પર અથડામણ બાદ ચીન સાથે વેપાર પહેલાની જેમ ચાલુ રાખી શકાતો નથી. ચીન પર ભારતનો વિશ્વાસ ઓછો થયો છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ચીનને LIC IPO માં રોકાણ કરતા અટકાવવાની શક્યતા છે. સરકાર માર્ચ 2022 ના અંત સુધીમાં LIC IPO રજૂ કરશે. સરકાર તેના દ્વારા 5 થી 10 ટકા હિસ્સો વેચશે. આશરે 1 લાખ કરોડ એકત્ર કરવાની અપેક્ષા છે.

વિદેશી રોકાણકારોને રોકાણ માટે મંજૂરી મળી શકે છે કેન્દ્ર સરકાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોને એલઆઈસી આઈપીઓના 20 ટકા સુધી ખરીદવાની મંજૂરી આપવાની યોજના બનાવી રહી છે. વર્તમાન એફડીઆઈ નીતિ અનુસાર ઓટોમેટિક રૂટ હેઠળ વીમા ક્ષેત્રમાં 74 ટકા વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે, આ નિયમો LIC ને લાગુ પડતા નથી. હાલના નિયમો હેઠળ કોઈ પણ વિદેશી રોકાણકાર LIC માં રોકાણ કરી શકે નહીં. હવે જો સરકાર 20 ટકા રોકાણની મંજૂરી આપે તો વિદેશી રોકાણકારો માટે LIC માં રોકાણ કરવાનો માર્ગ ખુલશે. અત્યારે સરકારે IPO મેનેજમેન્ટ માટે 10 મર્ચન્ટ બેન્કર્સની પસંદગી કરી છે.

આ પણ વાંચો : Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

આ પણ વાંચો : હવે રાશનની દુકાનો પર માત્ર અનાજનું વિતરણ નહીં પણ પાન કાર્ડ, મતદાર કાર્ડ અને બિલ પેમેન્ટ થશે ! જાણો કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">