GST કાઉન્સિલે આપી મહત્વની માહિતી, જાણો પેટ્રોલ-ડીઝલ ક્યારે GST હેઠળ આવશે

|

Dec 01, 2021 | 6:43 PM

તમને જણાવી દઈએ કે બુધવારે દિલ્હી સરકારે મોટી જાહેરાત કરીને પેટ્રોલની કિંમતમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

GST કાઉન્સિલે આપી મહત્વની માહિતી, જાણો પેટ્રોલ-ડીઝલ ક્યારે GST હેઠળ આવશે
File Image

Follow us on

GST on Petrol and Diesel: જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે છે તો એક જ ઝટકામાં તેમની કિંમતોમાં 20-25 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. જો કે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે (state and central government) કોઈ સહમતિ નથી. કારણ કે રાજ્ય સરકારોની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે એક GST કાઉન્સિલે (GST Council) આ મામલો ફરી એકવાર સ્થગિત કરી દીધો છે. કાઉન્સિલ કહે છે કે કોરોના (corona) હજી ખતમ થયો નથી. તેથી જ આગામી દિવસોમાં કમાણી ઘટવાની ચિંતા છે.

 

તમને જણાવી દઈએ કે બુધવારે દિલ્હી સરકારે મોટી જાહેરાત કરીને પેટ્રોલની કિંમતમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થશે. દિલ્હી સરકારની આ જાહેરાત બાદ દિલ્હી-NCRમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં મળશે. આ જાહેરાત પહેલા દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.01 રૂપિયા હતી. જે 8 રૂપિયા પ્રતિ લીટરના ઘટાડા બાદ 96.01 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

GSTમાં પેટ્રોલ દાખલ થવાથી કેન્દ્ર સરકારને પણ નુકસાન થશે?

છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા SBIના રિપોર્ટ અનુસાર GSTના દાયરામાં આવ્યા બાદ પેટ્રોલ લગભગ 20-25 રૂપિયા અને ડીઝલ લગભગ 20 રૂપિયા સસ્તું થશે. આવું થતાં જ સૌથી પહેલા રાજ્યોને ભારે નુકસાન સહન કરવું પડશે. અત્યાર સુધી ડીઝલ-પેટ્રોલ આ કારણથી GSTના દાયરામાં આવ્યા નથી, કારણ કે કોઈપણ રાજ્ય પોતાનું નુકસાન કરવા માંગતા નથી.

 

રાજ્યોની મોટાભાગની આવક ડીઝલ-પેટ્રોલ પર લાગતા ટેક્સમાંથી આવે છે, તેથી રાજ્યો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાનો વિરોધ કરી રહ્યા છે. આના કારણે કેન્દ્ર સરકારને પણ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે, જે જીડીપીના 0.4 ટકા જેટલું છે.

 

2019માં પેટ્રોલ પર કુલ એક્સાઈઝ ડ્યૂટી 19.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 15.83 રૂપિયા પ્રતિ લિટર હતી. સરકારે ગયા વર્ષે બે વખત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, જેના કારણે તે પેટ્રોલ પર 32.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી.

 

આ વર્ષના બજેટમાં પેટ્રોલ પરની ડ્યૂટી ઘટાડીને 32.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આ મહિને રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા, જેના કારણે પેટ્રોલ પર લિટર દીઠ  5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

 

આ પણ વાંચો  :  SBIના ખાતેદારો માટે અગત્યના સમાચાર, જો તમે 10000 થી વધુ રોકડ ઉપાડી રહ્યા છો તો ATMના નવા નિયમ જાણો

Next Article