Kotak Mahindra Bank: ઉદય કોટકના ઉત્તરાધિકારી કોણ બનશે ? બેંકે મનોમંથન શરૂ કર્યું

|

May 04, 2021 | 8:17 AM

દેશના સૌથી ધનિક બેંકર અને કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઉદય કોટક(Uday Kotak)એ સોમવારે કહ્યું હતું કે તેમનો કાર્યકાળ પૂરો થતાં બેંકના ઉત્તરાધિકારની યોજના બનાવાઈ છે.

Kotak Mahindra Bank: ઉદય કોટકના ઉત્તરાધિકારી કોણ બનશે ? બેંકે મનોમંથન શરૂ કર્યું
ઉદય કોટક - મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO), કોટક મહિન્દ્રા બેન્ક

Follow us on

દેશના સૌથી ધનિક બેંકર અને કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઉદય કોટક(Uday Kotak)એ સોમવારે કહ્યું હતું કે તેમનો કાર્યકાળ પૂરો થતાં બેંકના ઉત્તરાધિકારની યોજના બનાવાઈ છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2023 માં પૂર્ણ થશે અને આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર તેમને આગામી મુદત નહીં મળે.

61 વર્ષીય કોટકે બેંકના માર્ચ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કર્યા પછી કહ્યું કે ઉત્તરાધિકારીની યોજના નિરંતર ચાલનારી પ્રક્રિયા છે કે જેના વિશે બેંક અથવા કંપની વિચારે છે. ઓછામાં ઓછા 2023 ડિસેમ્બર સુધી હું CEO રહીશ. નવા આરબીઆઈના નિયમો અનુસાર બેંકના પ્રમોટર અથવા મેજર શેરહોલ્ડર 12 વર્ષથી વધુ સમય માટે એમડી અને સીઈઓ અથવા whole time ડિરેક્ટર રહી શકશે નહીં.

17 વર્ષથી પદ ઉપર બિરાજમાન
પ્રમોટર સીઈઓના મામલે આરબીઆઈ સતત 15 વર્ષ સુધી એમડી અને સીઇઓ અથવા whole time ડિરેક્ટર બનવાની મંજૂરી આપી શકે છે. કોટક મહિન્દ્રા બેંકના વડા તરીકે કોટકે 17 વર્ષ પૂરા કર્યા છે જ્યારે તેમનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2024 ના રોજ સમાપ્ત થશે ત્યારે તેમણે આ પોસ્ટમાં 20 વર્ષ પૂરા કર્યા હશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

દરમિયાન કોટક મહિન્દ્રા બેંકે સોમવારે અહેવાલ આપ્યો છે કે માર્ચ 2021 માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 36 ટકા વધીને રૂ2589 થયો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રના આ ધીરનારએ રૂ 1,905 કરોડનો નફો કર્યો હતો. બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચોથા ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂ 16,175.87 કરોડ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 12,084.71 કરોડ હતી..

માર્ચ ક્વાર્ટર પરિણામ
ક્વાર્ટર દરમિયાન એકલ નફો પણ 33 ટકા વધીને રૂ 1,682 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ 1,267 કરોડ હતો. એકલ ધોરણે કંપનીની કુલ આવક અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 8,294.07 કરોડની તુલનામાં સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં રૂ 8,398.39 કરોડ થઈ છે.

ચોખ્ખા નફામાં વધારાથી પ્રેરાઈને કંપનીના નિયામક મંડળે 31 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થયેલા વર્ષના ચોખ્ખા નફામાંથી પાંચ રૂપિયાના ફેસ વેલ્યુના શેર દીઠ 90 પૈસાના ડિવિડન્ડની ભલામણ કરી છે. 31 માર્ચ, 2021 ના ​​રોજ બેંકની કુલ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA), માર્ચ 2020 ના અંતમાં 3.25 ટકાની સરખામણીએ 2.25 ટકા આસપાસ પહોંચી છે.

Next Article