AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotak Mahindra Bank: ઉદય કોટકના ઉત્તરાધિકારી કોણ બનશે ? બેંકે મનોમંથન શરૂ કર્યું

દેશના સૌથી ધનિક બેંકર અને કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઉદય કોટક(Uday Kotak)એ સોમવારે કહ્યું હતું કે તેમનો કાર્યકાળ પૂરો થતાં બેંકના ઉત્તરાધિકારની યોજના બનાવાઈ છે.

Kotak Mahindra Bank: ઉદય કોટકના ઉત્તરાધિકારી કોણ બનશે ? બેંકે મનોમંથન શરૂ કર્યું
ઉદય કોટક - મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO), કોટક મહિન્દ્રા બેન્ક
| Updated on: May 04, 2021 | 8:17 AM
Share

દેશના સૌથી ધનિક બેંકર અને કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઉદય કોટક(Uday Kotak)એ સોમવારે કહ્યું હતું કે તેમનો કાર્યકાળ પૂરો થતાં બેંકના ઉત્તરાધિકારની યોજના બનાવાઈ છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2023 માં પૂર્ણ થશે અને આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર તેમને આગામી મુદત નહીં મળે.

61 વર્ષીય કોટકે બેંકના માર્ચ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કર્યા પછી કહ્યું કે ઉત્તરાધિકારીની યોજના નિરંતર ચાલનારી પ્રક્રિયા છે કે જેના વિશે બેંક અથવા કંપની વિચારે છે. ઓછામાં ઓછા 2023 ડિસેમ્બર સુધી હું CEO રહીશ. નવા આરબીઆઈના નિયમો અનુસાર બેંકના પ્રમોટર અથવા મેજર શેરહોલ્ડર 12 વર્ષથી વધુ સમય માટે એમડી અને સીઈઓ અથવા whole time ડિરેક્ટર રહી શકશે નહીં.

17 વર્ષથી પદ ઉપર બિરાજમાન પ્રમોટર સીઈઓના મામલે આરબીઆઈ સતત 15 વર્ષ સુધી એમડી અને સીઇઓ અથવા whole time ડિરેક્ટર બનવાની મંજૂરી આપી શકે છે. કોટક મહિન્દ્રા બેંકના વડા તરીકે કોટકે 17 વર્ષ પૂરા કર્યા છે જ્યારે તેમનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2024 ના રોજ સમાપ્ત થશે ત્યારે તેમણે આ પોસ્ટમાં 20 વર્ષ પૂરા કર્યા હશે.

દરમિયાન કોટક મહિન્દ્રા બેંકે સોમવારે અહેવાલ આપ્યો છે કે માર્ચ 2021 માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 36 ટકા વધીને રૂ2589 થયો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રના આ ધીરનારએ રૂ 1,905 કરોડનો નફો કર્યો હતો. બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચોથા ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂ 16,175.87 કરોડ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 12,084.71 કરોડ હતી..

માર્ચ ક્વાર્ટર પરિણામ ક્વાર્ટર દરમિયાન એકલ નફો પણ 33 ટકા વધીને રૂ 1,682 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ 1,267 કરોડ હતો. એકલ ધોરણે કંપનીની કુલ આવક અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 8,294.07 કરોડની તુલનામાં સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં રૂ 8,398.39 કરોડ થઈ છે.

ચોખ્ખા નફામાં વધારાથી પ્રેરાઈને કંપનીના નિયામક મંડળે 31 માર્ચ, 2021 ના ​​રોજ પૂરા થયેલા વર્ષના ચોખ્ખા નફામાંથી પાંચ રૂપિયાના ફેસ વેલ્યુના શેર દીઠ 90 પૈસાના ડિવિડન્ડની ભલામણ કરી છે. 31 માર્ચ, 2021 ના ​​રોજ બેંકની કુલ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA), માર્ચ 2020 ના અંતમાં 3.25 ટકાની સરખામણીએ 2.25 ટકા આસપાસ પહોંચી છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">