સેલેરી અને સેવિંગ્સ એકાઉન્ટમાં શું તફાવત છે, જાણો મિનિમમ બેલેન્સ અને વ્યાજ દરના નિયમો

કંપનીઓની વિનંતી પર આ ખાતું ખોલવામાં આવે છે. સંસ્થાના દરેક કર્મચારીને તેનું પોતાનું સેલેરી એકાઉન્ટ મળે છે. કર્મચારીને વ્યક્તિગત ખાતું મળે છે જ્યાં તેનો પગાર દર મહિને જમા થાય છે.

સેલેરી અને સેવિંગ્સ એકાઉન્ટમાં શું તફાવત છે, જાણો મિનિમમ બેલેન્સ અને વ્યાજ દરના નિયમો
Symbolic Image
| Edited By: | Updated on: Jul 18, 2022 | 6:30 AM

જ્યારે કોઈ વ્યક્તિ નવી કંપનીમાં નોકરીમાં જોડાય છે ત્યારે તેનું સેલેરી એકાઉન્ટ(Salary Account) સૌથી પહેલા ખોલવામાં આવે છે. દર મહિને કંપની તમારો પગાર આ બેંક ખાતામાં ઉમેરે છે. હવે સવાલ એ થાય છે કે આ સેલેરી એકાઉન્ટ તમારા સેવિંગ્સ એકાઉન્ટ(Savings Account) થી અલગ કેવી રીતે છે. શું બંનેમાં વ્યાજદર (Interest Rates)સરખા છે? અને આમાં મિનિમમ બેલેન્સના નિયમો શું છે. ચાલો જાણીએ કે સેલેરી એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ વચ્ચે શું તફાવત છે. અને તેમાં મિનિમમ બેલેન્સ અને વ્યાજ દરના નિયમો શું છે.

સેલેરી એકાઉન્ટ શું છે?

કંપનીઓની વિનંતી પર આ ખાતું ખોલવામાં આવે છે. સંસ્થાના દરેક કર્મચારીને તેનું પોતાનું સેલેરી એકાઉન્ટ મળે છે. કર્મચારીને વ્યક્તિગત ખાતું મળે છે જ્યાં તેનો પગાર દર મહિને જમા થાય છે.

સેવિંગ્સ એકાઉન્ટ શું છે?

સેવિંગ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે પછી તેને પગાર મળે કે ન મળે. સામાન્ય રીતે જે લોકો પગારદાર નથી તેઓ રોજિંદા જીવનમાં તેમના નાણાંનું સંચાલન કરવા માટે બચત ખાતું ખોલે છે. તેઓ આમાંથી વ્યાજ કમાતા ડિપોઝિટ એકાઉન્ટ મેળવે છે.

ખાતું ખોલાવવાનો હેતુ

કર્મચારીનો પગાર જમા કરાવવાના હેતુથી કંપની દ્વારા સેલરી એકાઉન્ટ ખોલવામાં આવે છે. તે જ સમયે, બચત ખાતું કોઈપણ વ્યક્તિ ખોલી શકે છે જેની પાસે તેનું આધાર કાર્ડ છે અને તે પોતાની બચત માટે બેંકમાં પૈસા જમા કરવા માંગે છે.

મિનિમમ બેલેન્સ

સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની જરૂર નથી. જ્યારે બચત ખાતામાં અમુક લઘુત્તમ બેલેન્સ જાળવવું જરૂરી છે.

એક એકાઉન્ટને બીજામાં બદલવું

જ્યારે અમુક સમય માટે (સામાન્ય રીતે ત્રણ મહિના) પગાર ખાતામાં પગાર જમા થતો નથી ત્યારે બેંક તમારા પગાર ખાતાને નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત કરે છે જેમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે.

બીજી તરફ તમારા સેવિંગ્સ એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં કન્વર્ટ કરવું તે સંપૂર્ણપણે બેંક પર નિર્ભર છે. આ ત્યારે શક્ય છે જ્યારે તમે તમારી નોકરી બદલો અને તમે જે કંપનીમાં જોડાયા છો તે જ બેંક સાથે તેના કર્મચારીઓના પગાર ખાતાઓ માટે બેંકિંગ સંબંધ ધરાવે છે.

વ્યાજ દર

સેલેરી અને સેવિંગ્સ બંને ખાતામાં જમા રકમ પર વ્યાજ દર સમાન છે.

ખાતું કોણ ખોલાવી શકે?

કોર્પોરેટ સેલેરી એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ ખોલી શકે છે જેની કંપનીનું બેંકમાં સેલેરી એકાઉન્ટ  હોય. એમ્પ્લોયર પગાર ખાતું ખોલે છે. બીજી તરફ કોઈપણ વ્યક્તિ બચત ખાતું ખોલાવી શકે છે.

Published On - 6:30 am, Mon, 18 July 22