ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે

|

Apr 04, 2022 | 9:59 AM

પોઝિટિવ પે સિસ્ટમ માટે બેંકના ગ્રાહકોએ તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા, ચેકની તારીખ, ચેકની રકમ, કોના નામે ચેક અપાઈ રહ્યો છે વગેરે માહિતી બેંકને આપવી જરૂરી છે. પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી વિના ચેકની રકમ ચૂકવવામાં આવશે નહીં.

ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો, નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે

Follow us on

જો તમે તમારા નાણાકીય વ્યવહારો(Financial Transactions)માં ચેકનો વધુ ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા કામની છે. દેશમાં ચેક દ્વારા પેમેન્ટ(Cheque Payment) કરવાના નિયમો બદલાયા છે. રિઝર્વ બેંક(Reserve Bank of India – RBI)ની સૂચનાઓના આધારે  બેંકો ચેક દ્વારા ચુકવણી માટે Positive pay system લાગુ કરી રહી છે. પંજાબ નેશનલ બેંક (PNB) 4 એપ્રિલથી પોઝિટિવ પે સિસ્ટમ(PPS) નો નિયમ લાગુ કરવા જઈ રહી છે. પંજાબ નેશનલ બેંક (Punjab National Bank -PNB) પોઝિટિવ પે સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપી છે. 4 એપ્રિલથી નવા નિયમ હેઠળ ગ્રાહકોએ ચેક દ્વારા રૂ. 10,00,000 કે તેથી વધુની ચુકવણી કરવા માટે ફરજિયાતપણે પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી કરવી પડશે.

પોઝિટિવ પે સિસ્ટમ માટે બેંકના ગ્રાહકોએ તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા, ચેકની તારીખ, ચેકની રકમ, કોના નામે ચેક અપાઈ રહ્યો છે વગેરે માહિતી બેંકને આપવી જરૂરી છે. પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી વિના ચેકની રકમ ચૂકવવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પોઝિટિવ પે સિસ્ટમ વિશે વધુ માહિતી પંજાબ નેશનલ બેંકની વેબસાઇટ પરથી અથવા ટોલ ફ્રી નંબર 1800-180-2222 અથવા 1800-103-2222 પર કૉલ કરીને મેળવી શકાય છે.

 

 

અન્ય બેંકોએ પણ તેનો અમલ કર્યો છે

પંજાબ નેશનલ બેંક પહેલા, ઘણી વધુ જાહેર અને ખાનગી બેંકોએ આ નિયમ લાગુ કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB), બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આ નિયમ 1 જાન્યુઆરી, 2021થી લાગુ કર્યો છે. SBI એ રૂ. 50,000 થી વધુના ચેક પેમેન્ટ માટે આ લાગુ કર્યું છે. બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે કન્ફર્મેશન સંબંધિત નિયમો 1લી ફેબ્રુઆરીથી લાગુ થશે.

પોઝિટિવ પે સિસ્ટમ શું છે?

દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ છેતરપિંડીઓને રોકવા માટે વર્ષ 2020 માં ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા રૂ. 50,000 થી વધુની ચુકવણી માટે ચોક્કસ મુખ્ય માહિતીની જરૂર પડી શકે છે.પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા ચેકની માહિતી મેસેજ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા આપી શકાય છે. ચેકની ચુકવણી કરતા પહેલા આ વિગતો તપાસવામાં આવે છે.

 

 

આ પણ વાંચો : SBI ની FD કે પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ ? જાણો જમા કરેલા પૈસા પર ક્યાં મળશે વધારે વળતર

આ પણ વાંચો :  ઈન્ફોસિસ રશિયામાં બંધ કરવા જઈ રહી છે તેની ઓફિસ, યુક્રેન સામે યુદ્ધ ચલાવી રહેલા દેશને ધ્યાનમાં રાખીને નિર્ણય

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

Next Article