આજે PNB, IRIS Business અને Adani Enterprises ના શેર ઉપર રાખો નજર, તેજી સાથે દોડતા આ સ્ટોક્સ તમારી કિસ્મત બદલી શકે છે

|

Jun 07, 2021 | 8:32 AM

ગયા અઠવાડિયે શેર બજારના રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સેન્સેક્સમાં 1.31 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આજે PNB, IRIS Business અને Adani Enterprises ના શેર ઉપર રાખો નજર, તેજી સાથે દોડતા આ સ્ટોક્સ તમારી કિસ્મત બદલી શકે છે
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ગયા અઠવાડિયે શેર બજારના રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સેન્સેક્સમાં 1.31 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોરોનાના કેસોમાં ઘટાડો અને રસીકરણ કાર્યક્રમમાં થયેલા વધારા વચ્ચે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ પાછો ફર્યો છે. જૂનના પહેલા સપ્તાહમાં વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 8000 કરોડ રોક્યા છે.

બજારના નિષ્ણાતો કહે છે કે સંક્રમણનું વલણ, રસીકરણની ગતિ અને વૈશ્વિક પરિબળો આ અઠવાડિયામાં શેર બજારોની દિશા નક્કી કરશે. બજાર તેજીની દિશા તરફ જઈ શકે છે. બાટા ઇન્ડિયા, ગેઇલ, સેઇલ, ભેલ અને ડીએલએફ જેવી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો સપ્તાહ દરમિયાન આવવાના છે. આજે અઠવાડિયાના પહેલા દિવસે આ શેર ઉપર નજર રાખવી જરૂરી છે જે રોકાણકારની કિંમત બદલી શકે છે.

IRIS Business Services 
ફંડ મેનેજર Porinju V Veliyath એ IRIS Business Services ના 1.24 લાખ શેરને શેર દીઠ રૂપિયા 102.40 ના દરે ખરીદ્યા છે. છેલ્લા સાત અઠવાડિયાથી આ શેર સતત તેજી સાથે બંધ થઈ રહ્યો છે. આ શેરમાં એક અઠવાડિયામાં 14 ટકા, એક મહિનામાં 133 ટકા, ત્રણ મહિનામાં 170 ટકા અને એક વર્ષમાં 661 ટકા રિટર્ન મળ્યું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

PNB
પંજાબ નેશનલ બેંકે માર્ચ ક્વાર્ટરમાં 586 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષે કંપનીને 697 કરોડનું નુકસાન થયું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકને 506 કરોડનો નફો થયો હતો. આ સિવાય બેંકે 8000 કરોડની બેડ લોન બેડ બેંકને વેચવાનો નિર્ણય કર્યો છે. પંજાબ નેશનલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર મલ્લિકાર્જુના રાવે કહ્યું કે PMLA કોર્ટ તરફથી વિજય માલ્યાની 5600 કરોડની સંપત્તિ વેચવાનો આદેશ મળ્યો છે. આ સકારાત્મક સમાચારો સાથે શેરમાં ઉછાળો થવાની સંભાવના છે.

IndusInd Bank Share
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચે ઈન્ડસઈન્ડ બેંકના 36 લાખ શેરને પ્રતિ શેર1006 રૂપિયામાં ખરીદ્યા છે. ગયા અઠવાડિયે શેર 1009 ના સ્તરે બંધ રહ્યો હતો.

આ શેર્સ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે
અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડિયાબુલિસ હાઉસિંગ ફાઇનાન્સ, ભારત ફોર્જ, બેંક ઓફ મહારાષ્ટ્ર, PNB હાઉસિંગ અને જ્યુબિલન્ટ ઇંગ્રેવિયા સહિતના શેરમાં ખરીદારોનો રસ દેખાય છે. આ શેર તેમના 52-અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે.

 

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતીગાર કરવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કૃપા કરી રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી

 

Next Article