જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા, અગાઉ કંપનીએ જૂન ક્વાર્ટરમાં પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા

|

Nov 14, 2020 | 12:11 PM

ડોમિનોઝ પિઝા અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ ચેન ચલાવનારી કંપની જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા છે. આ અગાઉ, કંપનીએ જૂન ક્વાર્ટરમાં  પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા. વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 77 કરોડ રૂપિયા થયો છે.તાજેતરમાં સ્ટોર્સ બંધ થયા બાદ દેશમાં  જુબિલન્ટ ફૂડ સ્ટોર્સની સંખ્યા હવે 1,264 પર પહોંચી […]

જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા, અગાઉ કંપનીએ જૂન ક્વાર્ટરમાં પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા

Follow us on

ડોમિનોઝ પિઝા અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ ચેન ચલાવનારી કંપની જુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 105 સ્ટોર્સ બંધ કર્યા છે. આ અગાઉ, કંપનીએ જૂન ક્વાર્ટરમાં  પણ 100 સ્ટોર્સ બંધ કર્યા હતા. વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 77 કરોડ રૂપિયા થયો છે.તાજેતરમાં સ્ટોર્સ બંધ થયા બાદ દેશમાં  જુબિલન્ટ ફૂડ સ્ટોર્સની સંખ્યા હવે 1,264 પર પહોંચી છે. જો કે, કંપનીએ ડોમિનોઝ પિઝાના 10 નવા સ્ટોર્સ પણ શરૂ કર્યા છે. કંપનીએ એક્સચેંજને કહ્યું કે તે નવા શહેરોમાં એન્ટ્રી લઈ રહી  છે. પરંતુ હવે કંપનીના ઓપરેશનનો કવરેજ ઘટાડીને દેશના 281 શહેરોમાં સીમિત કરી દેવામાં આવ્યો છે.

કંપનીએ એ પણ અહેવાલ આપ્યો છે કે તેણે બીજા ક્વાર્ટરમાં ડનકિન ડોનટ્સમાં પાંચ રેસ્ટોરન્ટ્સ બંધ કરી દીધી હતી.હવે  કંપનીના સ્ટોર્સની સંખ્યા 30 થી ઘટીને 26 થઈ ગઈ છે.  અહેવાલ મુજબ રેસ્ટોરન્ટની કામગીરીને કોરોના રોગચાળાથી અસર થઈ હતી જેને પગલે વેચાણના આંકડામાં ઘટાડો થયો હતો. બીજા ક્વાર્ટરમાં જ્યુબિલન્ટ ફૂડનો નફો રૂ .73.4 કરોડથી વધીને રૂ. 76.9 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક ઘટી છે  જે રૂ. 998.05 કરોડથી 18.2% ઘટીને રૂ .816.33 કરોડ થઈ છે. કંપનીની EBITDA સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 214.6 કરોડ રૂપિયા નોંધાઈ છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૩૫ કરોડ હતી. બીજા ક્વાર્ટરમાં EBITDA માર્જીન 26.6% હતું જે અગાઉના વર્ષના 23.8% હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યુબિલન્ટ ફૂડ શ્રીલંકામાં  22 અને બાંગ્લાદેશમાં 4 સ્ટોર્સ ચલાવે છે. કંપનીએ જણાવ્યું છે કે આ દેશોમાં સ્ટોર્સ બીજા ક્વાર્ટર દરમિયાન કાર્યરત છે. આ સિવાય એકંદરે સિસ્ટમ રિકવરી પણ સારી હતી.  ઓનલાઇન વેચાણમાં ડિલિવરીના વેચાણમાં 99% અને મોબાઇલ ઓર્ડરના વેચાણમાં 98% નો વધારો થયો છે. 4.38 કરોડ મોબાઇલ ઓર્ડરિંગ એપ્લિકેશન્સ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડાઉનલોડ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article