
Jio પ્લેટફોર્મ્સના આઈપીઓ (IPO) માં શેર એલોટ થનારા રોકાણકારોની નજર હવે 28 ઓક્ટોબરની લિસ્ટિંગ પર છે. ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ મજબૂત બનેલું છે. 27 ઓક્ટોબરની સવાર સુધી ઉપલબ્ધ આંકડા અનુસાર Jio IPO નો GMP ₹246 હતો. તેના આધારે શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹1,365 બને છે.
આ ₹1,119 ની અપર પ્રાઈસ બેન્ડથી લગભગ 21.98 ટકા વધુ છે. જો કે, GMP એ માત્ર બજારનો સંકેત છે અને વાસ્તવિક લિસ્ટિંગ કિંમત આનાથી અલગ હોઈ શકે છે.
Jio Platforms IPO માં એક લોટમાં 12 શેર છે. અપર પ્રાઈસ બેન્ડ ₹1,119 ના હિસાબે એક લોટ માટે રોકાણકારે ₹13,428 રોકવા પડ્યા હતા. જો શેર ₹1,365 ના અંદાજિત ભાવ પર લિસ્ટ થાય છે, તો 12 શેરની કિંમત ₹16,380 થઈ જશે. ટૂંકમાં, ₹2,952 નો લિસ્ટિંગ ગેઈન (લાભ) થઈ શકે છે.
આ જ રીતે 2 લોટ એટલે કે 24 શેર પર અંદાજિત ફાયદો ₹5,904 અને 3 લોટ એટલે કે 36 શેર પર ₹8,856 થઈ શકે છે. આ સિવાય 5 લોટ એટલે કે 60 શેર પર લગભગ ₹14,760 થઈ શકે છે. જો કે, આ માત્ર અંદાજ છે. આમાં બ્રોકરેજ, ટેક્સ અને અન્ય ચાર્જીસ સમાવિષ્ટ નથી.
Listed equity shares પર STCG નો દર 20% છે. શરત એ છે કે, સંબંધિત ટ્રાન્ઝેક્શન પર STT ની શરતો પૂરી થતી હોય. આના પર 4% Health & Education Cess અને જો લાગુ પડતું હોય તો Surcharge વસૂલવામાં આવે છે.
સરળ રીતે સમજીએ તો, ₹2,952 ના નફામાંથી લગભગ ₹614 ટેક્સ ગયા પછી આશરે ₹2,338 બચશે. બ્રોકરેજ, STT અને અન્ય Transaction Charges અલગ હોઈ શકે છે. ધ્યાન આપો કે, GMP ₹246 એ ફક્ત અંદાજ છે, વાસ્તવિક લિસ્ટિંગ કિંમત આનાથી અલગ હોઈ શકે છે. 27 ઓક્ટોબરે રિપોર્ટ થયેલ GMP ₹246 હતો.
Jio Platforms ના શેર 28 ઓક્ટોબર 2026 ના રોજ NSE અને BSE પર લિસ્ટ થવાના છે. IPO માટે પ્રાઈસ બેન્ડ ₹1,065 થી ₹1,119 રાખવામાં આવ્યો હતો અને સબસ્ક્રિપ્શન 21 થી 23 ઓક્ટોબર સુધી ચાલ્યું હતું. આ ઈશ્યૂને કુલ મળીને 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.