Jio Financial નો શેર આજે પણ 5 ટકા તૂટ્યો, સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ

Jio Financial Share Price: છેલ્લા ત્રણ દિવસથી સતત લોઅર સર્કિટને કારણે Jio Financialની માર્કેટ મૂડીમાં રૂ. 23,700 કરોડથી વધુનો ઘટાડો થયો છે.

Jio Financial નો શેર આજે પણ 5 ટકા તૂટ્યો, સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ
Jio Financial
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 4:53 PM

બુધવારે સતત ત્રીજા દિવસમાં Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services Share) ના શેર 5% ઘટ્યા હતા. આ રીતે આ શેરમાં આજે સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ લાગી હતી. સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીથી શેરનો ભાવ આજે ઘટીને રૂ.224.65 થયો હતો. આ રીતે, છેલ્લા ત્રણ દિવસમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપનીની માર્કેટ મૂડીમાં રૂ. 23,700 કરોડથી વધુનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Jio Financial Services: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ BSE પર રૂ. 265 પર લિસ્ટેડ, થોડી જ વારમાં શેર્સમાં લાગી લોઅર સર્કિટ

અગાઉ મંગળવારે એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડે સેન્સેક્સ સહિત BSEના અન્ય તમામ મુખ્ય સૂચકાંકોમાંથી આ સ્ટોકને બાકાત રાખવાના નિર્ણયને ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો હતો. BSE અને NSEના તમામ મુખ્ય સૂચકાંકો સહિત Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેર સેન્સેક્સ અને નિફ્ટી50નો સમાવેશ થાય છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

મુખ્ય સૂચકાંકોમાં અસ્થાયી રૂપે સમાવવામાં આવ્યું હતું

20 જુલાઇના રોજ મુખ્ય સૂચકાંકોમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો સામેલ કરવામાં આવ્યો હતો. શેર રૂ. 261.8 ના સ્થિર ભાવ સાથે ઇન્ડેક્સમાં એન્ટર થયો હતો. મુખ્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા આયોજિત સ્પેશિયલ પ્રી-ઓપન સેશનમાં Jio Financial ની કિંમત 261.8 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

જો ત્રણ દિવસના સમયગાળામાં આ સ્ટૉકમાં નીચલી સર્કિટ જોવા નહીં મળે, તો જિયો ફાઇનાન્શિયલને 29 ઑગસ્ટના રોજ S&P BSE સૂચકાંકોમાંથી બાકાત રાખવામાં આવશે.જો આ સ્ટોક ગુરુવારે પણ નીચલી સર્કિટ પર અથડાશે, તો સૂચકાંકોમાંથી તેને દૂર કરવાની તારીખ બીજા ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે.સ્થાનિક બજારમાં વેચવાલી ચાલુ રહેવાને કારણે, આ શેરને FTSE અને MSCI સૂચકાંકોમાં સમાવિષ્ટ કર્યા પછી પણ કોઈ ટેકો મળ્યો નથી.આજે Jio ફાઈનાન્શિયલની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 0.3 ટકાના વધારા સાથે રૂ. 2,526.90ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

માર્કેટ ગ્રીન સિગ્નલ સાથે બંધ થયું

બુધવાર, 23 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 213 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી વધીને 19,450 ની નજીક પહોંચી ગયો હતો. બેંકિંગ શેરોએ બજારમાં આજની તેજીની આગેવાની લીધી હતી. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેર્સનો ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધીને બંધ રહ્યો હતો. જેના કારણે આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 67,000 કરોડનો વધારો થયો છે. બ્રોડર માર્કેટ પણ લીલુંછમ રહ્યું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.42% અને 0.60% ના વધારા સાથે બંધ થયા છે. જો કે આજે પાવર, યુટિલિટી અને ઓટો શેરોમાં વેચવાલીનું વલણ હતું.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">