AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Electricity : દર મહિને મળશે 125 યુનિટ મફત વીજળી, આ રાજ્યના લોકોને મળી મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. હવે આ રાજ્યની સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.

Free Electricity : દર મહિને મળશે 125 યુનિટ મફત વીજળી, આ રાજ્યના લોકોને મળી મોટી ભેટ
free electricity
| Updated on: Feb 08, 2024 | 11:42 PM
Share

1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

2022માં લોન્ચ થઈ હતી યોજના

ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી.

આ યોજના દર મહિને 100 યુનિટ વીજ વપરાશના ઘરેલું જોડાણો માટે લાગુ પડે છે. અગાઉ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના મુખ્ય પ્રધાન બનેલા ચંપાઈ સોરેને પણ તમામ વિભાગોને તેમના બજેટ ખર્ચને વેગ આપવા જણાવ્યું હતું જેથી ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય.

વચગાળાના બજેટમાં જાહેરાત

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ લાભાર્થીઓને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે અને વાર્ષિક 18,000 રૂપિયા સુધીની બચત થશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી આર.કે સિંહે કહ્યું હતું કે એક કરોડ પરિવારોના ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

ઈન્સ્ટોલેશનથી લઈને મેઈન્ટેનન્સ સુધીનું કામ સરકાર કરશે. આર.કે સિંહે કહ્યું કે સરકાર 3 કિલોવોટ સુધી 40 ટકા સબસિડી આપી રહી છે, જેને વધારીને 60 ટકા કરવામાં આવશે. છત પર જે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તે 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન કરશે. આ વધારાની વીજળીથી જાહેર ક્ષેત્રની કંપનીઓ લોનની ચુકવણી કરી શકશે.

Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">