શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

|

Mar 22, 2019 | 6:37 AM

દેશમાં એરલાઇન્સ કંપનીઓની હાલત કફોડી ચાલી રહેલી છે. લાંબા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલાં જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠને મંગળવારે ચેતવણી આપી હતી કે જો સમાધાન યોજનામાં વિલંબ થાય છે અને તેમનો બાકી પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ ઉતરી જશે. જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ […]

શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

Follow us on

દેશમાં એરલાઇન્સ કંપનીઓની હાલત કફોડી ચાલી રહેલી છે. લાંબા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલાં જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠને મંગળવારે ચેતવણી આપી હતી કે જો સમાધાન યોજનામાં વિલંબ થાય છે અને તેમનો બાકી પગાર 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ 1 એપ્રિલથી હડતાળ ઉતરી જશે.

જેટ એરવેઝના ડોમેસ્ટિક પાયલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડની 90 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એરલાઇન્સના લગભગ 1000 ડોમેસ્ટિક પાયલોટ છે. સંગઠને જણાવ્યું હતું કે જો સમાધાન પ્રક્રિયા સ્પષ્ટ નહીં થાય અને પગારની ચૂકવણી 31 માર્ચ સુધી કરવામાં નહીં આવે તો એક એપ્રિલથી વિમાન ઉડાડવાનું બંધ કરી દેવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પગાર મુદ્દે એરલાઇન્સના મેનેજમેન્ટ દ્વારા કોઇ ખાતરી આપવામાં ન આવતા ગિલ્ડે ગયા સપ્તાહમાં શ્રમ પ્રધાન સંતો ગંગવારને પત્ર લખી કેસમાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ મંગળવારે પોતાના સચિવને દેવામાં ડૂબેલી એરલાઇન્સની સાથે ઇમરજન્સી બેઠકનું આયોજન કરવાના નિર્દેશ આપ્યા હતાં.

આ પણ વાંચો : આજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી

બીજી તરફ જેટ એરવેઝના એરક્રાફ્ટ મેઇનટેનન્સ એન્જિનિયર્સ એસોસિએશન (જેએએમઇડબ્લ્યુએ)એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ને બાકી પગાર મળી રહે તે માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. 100 વિમાનોની જાળવણી માટે જેટ એરવેઝમાં 560 એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિયર્સ છે. જેટ એરવેઝના પાયલોટ અને મેઇન્ટેનન્સ એન્જિયર્સને ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:04 am, Wed, 20 March 19

Next Article