દિલ્હીના ત્રણ મિત્રોએ મોબાઈલ રિપેરિંગનું કર્યું સ્ટાર્ટઅપ, 132 કરોડ રૂપિયાની બનાવી કંપની

|

Nov 13, 2019 | 6:41 PM

મોબાઈલ રિપેરિંગ જેવા કામથી કોઈ કરોડપતિ બની શકે તેવી કલ્પના પણ થઈ હશે નહીં. પરંતુ દિલ્હીના આ ત્રણ મિત્રોએ મોબાઈલ રિપેરિંગ કરવાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું અને 5 વર્ષમાં 132 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી છે. માત્ર ત્રણ લોકોની મહેનતથી કંપની શરૂ થઈ હતી. આજે હજારો લોકોને રોજગારી આપી રહ્યા છે. આ ત્રણ મીત્રો છે, […]

દિલ્હીના ત્રણ મિત્રોએ મોબાઈલ રિપેરિંગનું કર્યું સ્ટાર્ટઅપ, 132 કરોડ રૂપિયાની બનાવી કંપની

Follow us on

મોબાઈલ રિપેરિંગ જેવા કામથી કોઈ કરોડપતિ બની શકે તેવી કલ્પના પણ થઈ હશે નહીં. પરંતુ દિલ્હીના આ ત્રણ મિત્રોએ મોબાઈલ રિપેરિંગ કરવાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું અને 5 વર્ષમાં 132 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી છે. માત્ર ત્રણ લોકોની મહેનતથી કંપની શરૂ થઈ હતી. આજે હજારો લોકોને રોજગારી આપી રહ્યા છે. આ ત્રણ મીત્રો છે, જયંત ઝા, અંકિત સરાફ અને અનમોલ ગુપ્તા, જાણો એક સ્ટાર્ટઅપ દ્વારા કેવી રીતે ફોર્બ્સ સુધી પહોંચ્યા. હાલમાં આ કંપનીનું મુખ્ય સર્વિસ સેન્ટર દિલ્હીના કીર્તિનગરમાં છે.

આ પણ વાંચોઃ અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મહેતા રેલ્વે સ્ટેશન પર કેમ કરી રહી છે આ કામ, PHOTO થયા વાયરલ

કંપનીના સહ સંસ્થાપક જયંત ઝાએ કહ્યું કે, તેમના મગજમાં એક સ્ટાર્ટઅપનો વિચાર આવ્યો હતો. 2012માં ત્રણેય મિત્ર એક કંપનીમાં સાથે કામ કરતા હતા. ત્યારે જયંતે વિચાર્યું કે, મોબાઈલ ખરાબ થવા પર માર્કેટમાં જવુ પડતું હતું. માર્કેટમાં કેટલો ખર્ચ થશે અને કારીગર શું કામ કરશે તેની ખબર રહેતી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જયંતે જણાવ્યું કે, 2012માં એક જાણીતી કંપનીના સર્વિસ સેન્ટર પર તેઓ ગયા હતા. જ્યાં તેમને ફોન રિપેરિંગ થવા માટે સમય લાગશે તેવું કહેવામાં આવ્યું, જે બાદ જયંત માર્કેટમાં પહોંચ્યા હતા. જ્યા પણ કંપનીના ફોનને સર્વિસ કરનારા લોકો ઓછા હતા. અને યોગ્ય પ્રતિસાદ પણ મળ્યો નહોતો. ફોનમાં મહત્વના ડેટા પણ હતા. જે જવાનો ડર પણ હતો. જે બાદ તેઓ દિલ્હીના ગફ્ફાર માર્કેટ ગયા. જ્યાં પણ તેમને અલગ કિંમત જણાવી હતી.

જયંતે કહ્યું કે, ત્યારે તેમણે માર્કેટ પર રિસર્ચ કરવાની શરૂઆત કરી હતી. અને આ પ્રકારના કામની શરૂઆત કરવામાં ઘણો ફાયદો છે. ભારત એટલો મોટો દેશ છે કે, જ્યાં 900 મિલિયનથી વધુ લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. જે બાદ અમે નક્કી કર્યું કે, અમે રિપેરિંગનું કામ શરૂ કરીશું. અમે જો ઘરમાં લોકોને આ સુવિધા આપશું તો ગ્રાહકો વધશે.

બસ આ વિચાર પછી અમે જોબ છોડી સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે મારી ઉંમર 23, અંકિતની 24 અને અનમોલની 25 વર્ષ હતી. અમારી તમામ બચત દ્વારા કેટલાક લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેના 6 મહિના પછી અમને કામ મળવા લાગ્યું હતું. મારી સાથે મારા બે મિત્રો પણ આ કામમાં સાથે હતા. નફાની શરૂઆત થયા બાદ અમે થોડા રૂપિયાનું ફંડ ભેગું કર્યું હતું. અને 6 મહાનગરના 600 ગામમાં અમારી સર્વિસ પહોંચવા લાગી હતી.

કેવી રીતે કરે છે કામ

જયંતે જણાવ્યું કે, અમારી કંપની એકદમ અલગ રીતે કામ કરે છે. જે ગ્રાહકો તેમને કોલ કરે ત્યાં અમારો એન્જિનિયર મોકલવામાં આવે છે. અને તે ખરાબ મોબાઈલને ઘર પર જ રિપેરિંગ કરી દે છે. તેમની પાસે સંપૂર્ણ કિટ હોય છે. જેથી તમામ કામગીરી ત્યાં જ થઈ જાય છે. અને આવી રીતે આ કંપની લિડિંગ ઈંશ્યોરન્સ કંપની સાથે કામ કરે છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ વપરાયેલા ફોનને રીફર્બ કરીને વેચાણ કરે છે. આ કંપનીનું નવું કામ છે. આ પહેલા અમારી કંપની જૂના મોબાઈલને રી-મેન્યુફ્રેક્ચરિંગ કરે છે. જે બાદ પેકિંગ સાથે અન્ય એસેસરીઝ રાખીને વ્યાજબી ભાવે વેચાણ કરે છે.

વર્ષ 2013માં શરૂ કરેલા બિઝનેસ 2018માં 132 કરોડ સુધી પહોંચી ગયો છે. કંપનીમાં 450 એન્જિનિઅર, 150 લોજિસ્ટિક સહિત અનેક કુશળ કર્મચારી છે. જ્યારે તેમણે શરૂઆત કરી તો, એન્ડ્રોઈડ માટે ઓછામાં ઓછી સર્વિસ ચાર્જ 300 રૂપિયા અને આઈફોન માટે 1 હજાર હતો. જો કે આજે 199 અને આઈફોન માટે 300 રૂપિયા છે.

Next Article