ITR 2019-20: રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર ચૂકશો નહીં, જાણો કઈ રીતે કરશો e-filing

|

Dec 22, 2020 | 6:10 PM

આઈટીઆર ફાઇલિંગની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.  તમે ITR  ફાઇલ નથી કર્યું તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત કરદાતાઓ માટે જેમણે તેમના એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું જરૂરી છે. અહેવાલ દ્વારા અમે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સમયસર રિટર્ન ભરવું કેટલું જરૂરી છે અને આ માટે કી બાબતો ઉપર ધ્યાન રાખવો જોઈએ… મોડું થવા […]

ITR 2019-20: રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર ચૂકશો નહીં, જાણો કઈ રીતે કરશો e-filing

Follow us on

આઈટીઆર ફાઇલિંગની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.  તમે ITR  ફાઇલ નથી કર્યું તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત કરદાતાઓ માટે જેમણે તેમના એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું જરૂરી છે. અહેવાલ દ્વારા અમે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સમયસર રિટર્ન ભરવું કેટલું જરૂરી છે અને આ માટે કી બાબતો ઉપર ધ્યાન રાખવો જોઈએ…

મોડું થવા પર ૧ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે
ટેક્સ પેયર્સ જેમની વેરાની જવાબદારી 1 લાખ રૂપિયાથી વધુ છે. ITR  ફાઇલ કરવામાં નિષ્ફળતા દર મહિને 1 ટકાના દરે અથવા તેના સમય માટે વ્યાજ લાગે છે.

૭ વર્ષની સજા સુધીની જોગવાઈ
કરદાતા 31 ડિસેમ્બર 2020 સુધીમાં આઈટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેના પર ઓછામાં ઓછી 50 ટકા અથવા આકારણી કરના મહત્તમ 200 ટકા જેટલો દંડ વસૂલવામાં આવશે. ઉચ્ચ મૂલ્યના કેસમાં 7 વર્ષ સુધીની કેદની સજા પણ ભોગવવી પડી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ફોર્મ 16 એ પગારદાર માટે મુખ્ય દસ્તાવેજ
આવકવેરો યોગ્ય રીતે ફાઇલ કરવા માટે, ફોર્મ 16 એ પગારદાર માટે મુખ્ય દસ્તાવેજોમાંનું એક છે. કર્મચારીઓ તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ મેળવે છે. ફોર્મ 16 ના બે ભાગ છે
16 A – એમ્પ્લોયર દ્વારા બાદ કરવામાં આવેલા આવકવેરાનો ઉલ્લેખ તેમાં કર્મચારીના PAN ની વિગતો અને એમ્પ્લોયરના TIN નો પણ ઉલ્લેખ છે.
16 B – કર્મચારીના HRA  સહિતના કુલ પગારની  વિગતવાર માહીતી આપાય છે.

ઓનલાઈ ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કેવીરીતે કરશો?

*  ઇ-ફાઇલિંગની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરો – https://www.incometaxindiaefiling.gov.in/home
* જો તમે પ્રથમ વખત નોંધણી માટે new to e – filing અથવા રજીસ્ટર્ડ યુઝર પર ક્લિક કરો.
* તમારા પાનકાર્ડની વિગત, અટક, મધ્યમ નામ, પ્રથમ નામ, જન્મ તારીખ અને રહેઠાણની વિગત દાખલ કરો.
* નોંધણી ફોર્મ ભરો.
* લોગીનની પછી રિટર્ન સંબંધિત જરૂરી દસ્તાવેજો પ્રદાન કરો
* રિટર્ન ફાઇલ કરો.

 

Next Article