IT Refund : હજું Income Tax રિફંડ નથી મળ્યું? આરીતે કરો ફરિયાદ

|

Apr 01, 2021 | 1:45 PM

IT Refund : આવકવેરા વિભાગે (Income Tax Department) 1 એપ્રિલ 2020 થી 29 માર્ચ 2021 સુધીમાં 2.24 કરોડ કરોડ રૂપિયા 2.37 કરોડથી વધુ કરદાતાઓને રિફંડ કર્યા છે.

IT Refund : હજું Income Tax રિફંડ નથી મળ્યું? આરીતે કરો ફરિયાદ
તમને હજી સુધી રિફંડ પ્રાપ્ત થયું નથી તો તમે આઇટી વિભાગને ફરિયાદ કરી શકો છો.

Follow us on

IT Refund : આવકવેરા વિભાગે (Income Tax Department) 1 એપ્રિલ 2020 થી 29 માર્ચ 2021 સુધીમાં 2.24 કરોડ કરોડ રૂપિયા 2.37 કરોડથી વધુ કરદાતાઓને રિફંડ કર્યા છે. 85,012 કરોડ રૂપિયા વ્યક્તિગત આવકવેરા હેઠળ 2.33 કરોડ કરદાતાઓને પરત કરાયા છે જ્યારે કંપની ટેક્સ હેઠળ 2.85 લાખ કેસોમાં 1.39 લાખ કરોડ રૂપિયા પરત અપાયા છે. IT વિભાગે કેટલાક કરદાતાઓના રિફંડ ક્લેમ હોલ્ડ રાખ્યા છે. જો તમે તમે ITR ફાઇલ કર્યું છે અને તમને હજી સુધી રિફંડ પ્રાપ્ત થયું નથી તો તમે આઇટી વિભાગને ફરિયાદ કરી શકો છો. ચાલો જાણીએ આઇટી રિફંડ મેળવવાનો સરળ રસ્તો શું છે અને તમે ક્યાં ફરિયાદ કરી શકો છો?

જો તમને હજી સુધી આઇટી રિફંડ પ્રાપ્ત થયું નથી, તો સૌ પ્રથમ તમારા ઈ – મેઇલને તપાસો કે રિફંડ અંગે આઇટી વિભાગ તરફથી સૂચના આવી છે. તમે આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ https://www.incometaxindiaefiling.gov.in/ પર લોગિન કરીને નોટિફિકેશન જોઈ શકો છો.

રિફંડ આ કારણોસર અટકી શકે છે
ક્સ રિફંડ હંમેશાં સમયસર મળતું નથી. કેટલાક કારણોસર રિફંડ મેળવવામાં વિલંબ થાય છે. તમે રિફંડ ઓનલાઇન તપાસી શકો છો અને રિફંડની રકમ કેટલી છે તે જાણી શકો છો. રિફંડ ન મળવાનું સૌથી સામાન્ય કારણ જૂનું એકાઉન્ટ હોય છે. જો તમે તમારી નોકરી બદલી છે અથવા તમારું પગાર ખાતું બદલાયું છે તો ઘણા કરદાતાઓ IRS સાથે તેમનો એકાઉન્ટ નંબર અપડેટ કરવાનું ભૂલી જાય છે. આ કારણે પણ આવકવેરા રીફંડ અટકી શકે છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આ સિવાય, જો તમે આવકવેરા રીટર્ન ફાઇલ કર્યો હોય અને તમારા રિટર્ન વેરીફાઈ કર્યું ન હોય તો તમારું રિફંડ અટકી શકે છે. આઇટી રીટર્નની ચકાસણીનો આધાર ઓટીપી દ્વારા અથવા તમારી ITR-Vની એક નકલ CBC બેંગ્લોરને મોકલીને કરી શકાય છે.

આ રીતે ઓનલાઇન ફરિયાદ કરી શકાય
જો તમને આઇટી રિફંડ નહીં મળે, તો તમે ઓનલાઇન ફરિયાદ કરી શકો છો તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે.
>> પ્રથમ લિંક https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/ORM.html. લોગીન કરો
>> તમારું નામ, પાન વિગતો, આકારણી વર્ષ વગેરે દાખલ કરો.
>> તમારી ક્વેરીને બોક્સમાં લખો.
>> તમે સોશિયલ મીડિયા પ્રકાર પસંદ કરી શકો છો અને આઈડી દાખલ કરી શકો છો.
>> કેપ્ચા ભરો.
>> સબમિટ બટન પર ક્લિક કરો.

તમારી આઇટીઆર રિફંડ ફરિયાદ ઓનલાઇન ફાઇલ કરવામાં આવશે.

Next Article