શું ભારત TESLA માટે EV નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે? નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબ

|

Aug 26, 2023 | 8:34 AM

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman - Union Finance Minister) શુક્રવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ઓટોમોબાઈલ ઉત્પાદકો જેમાં ખાસ કરીને ટેસ્લા (TESLA EV) માટે ઇલેક્ટ્રિક વાહનો પર Import Duty ઘટાડવાનું વિચારી રહી છે.

શું ભારત TESLA માટે EV નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે? નિર્મલા સીતારમણે આપ્યો આ જવાબ

Follow us on

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman – Union Finance Minister) શુક્રવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ઓટોમોબાઈલ ઉત્પાદકો જેમાં ખાસ કરીને ટેસ્લા (TESLA EV) માટે ઇલેક્ટ્રિક વાહનો પર Import Duty ઘટાડવાનું વિચારી રહી છે.

કાર માટે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાશે નહીં

ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યા બાદ આ સ્પષ્ટતા આવી છે કે કેન્દ્ર સરકાર રૂપિયા 33 લાખથી વધુ કિંમત ધરાવતી કાર માટે ઈમ્પોર્ટ ડ્યુટી વર્તમાન 100 ટકાથી ઘટાડીને 15 ટકા કરવા વિચારી રહી છે અને બાકીની કાર માટે 70 ટકા છે. B20 સમિટની બાજુમાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો પર આયાત કર ઘટાડવાની કોઈ યોજના નથી.

રોઇટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આયાત કરમાં ઘટાડો ટેસ્લા જેવી કંપનીઓને મદદ કરી શકે છે જેઓ ભારતીય બજારોમાં પ્રવેશ કરવા માંગે છે અને તાજેતરમાં ભારતમાં કાર ફેક્ટરી સ્થાપવાની દરખાસ્ત કરી છે. રોઇટર્સના અહેવાલમાં વિકાસથી વાકેફ એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ટેસ્લાના પ્રસ્તાવ પર સંમતિ છે અને સરકાર રસ દાખવી રહી છે.

કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024

ભારતીય બજાર અંગે ટેસ્લાની ચિંતા

ટેસ્લાના સ્થાપક એલોન મસ્કએ ભારતમાં ઊંચા ટેરિફ દરો અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કંપનીએ ઘણી વિચાર-વિમર્શ કર્યા બાદ સ્થાનિક ઓટોમોબાઈલ માર્કેટમાં ટેસ્લાના સંભવિત લોન્ચ અંગે ચર્ચાઓ શરૂ કરી છે. 2021 માં, ટેસ્લાએ ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર લાદવામાં આવેલા વર્તમાન 100 ટકા આયાત કરમાં ઘટાડો કરવાની હિમાયત કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જો કે, એલોન મસ્ક અને ભારત વચ્ચે સંભવિત સોદો સાકાર થયો ન હતો કારણ કે ભારતીય અધિકારીઓએ વ્યવસ્થા માટેની શરત તરીકે સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂક્યો હતો.

વિદેશી EV નિર્માતાઓ માટે માઠા  સમાચાર

રોઇટર્સના અહેવાલ પછી નિર્મલા સીતારમણની સ્પષ્ટતાએ ઘણા EV નિર્માતાઓની આશાઓ પર પાણી ફેરવી દીધું. વાસ્તવમાં, જો સરકાર EV ઈમ્પોર્ટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લે છે, તો ટેસ્લાની સાથે વૈશ્વિક EV કંપનીઓ માટે ભારતમાં રસ્તો ખુલી શકે છે. જેનું સીધું નુકસાન ભારતીય ઓટો કંપનીઓને થઈ શકે છે, જેમણે EV સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અથવા તેમ કરવાની તૈયારી કરી રહી છે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે અગાઉના આયાત કર દરને જાળવી રાખવાનો નિર્ણય ટેસ્લાની કાર ફેક્ટરી સ્થાપવાની યોજનાને અસર કરશે કે કેમ. ટેસ્લાની સૌથી લોકપ્રિય EV કારની કિંમત યુએસમાં $47,740 છે.

રોઇટર્સ તરફ ઇવી ઇમ્પોર્ટ ટેક્સ ઘટાડવાના સમાચારથી હાહાકાર મચ્યો હતો . જે બાદ ખુદ દેશના નાણામંત્રીએ આ સમાચારને નકારવા માટે આગળ આવવું પડ્યું હતું. હકીકતમાં, ઇન્ડોનેશિયાએ ચાઇનીઝ ઇવી ઉત્પાદકો અને ટેસ્લાને આકર્ષવા માટે 50 ટકા આયાત કર નાબૂદ કર્યો છે. ઈન્ડોનેશિયાની સરકાર ઈચ્છે છે કે ચીનના ઈવી ઉત્પાદકો અને ટેસ્લા તેમના દેશમાં વધુ રોકાણ કરે અને મેન્યુફેક્ચરિંગ કરે. રોઈટર્સના અહેવાલ પછી ભલે કેન્દ્ર સરકાર તરફથી જવાબ આવ્યો હોય, પરંતુ આ મામલે ટેસ્લા તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

Next Article