શું શિખરે પહોંચેલો Bitcoin જમીન પર પટકવા જઈ રહ્યો છે? આ ક્રિપ્ટોકરન્સી 10 દિવસમાં 15 હજાર ડોલરથી વધુ સરકી ગઈ

|

Apr 24, 2021 | 9:46 AM

છેલ્લા એક વર્ષથી સતત આસમાન તરફ ગતિ કરતો Bitcoin શું હવે જમીન પર પટકવા જઈ રહ્યો છે?

શું શિખરે પહોંચેલો  Bitcoin જમીન પર પટકવા જઈ રહ્યો છે? આ ક્રિપ્ટોકરન્સી 10 દિવસમાં 15 હજાર ડોલરથી વધુ સરકી ગઈ
BITCOIN

Follow us on

છેલ્લા એક વર્ષથી સતત આસમાન તરફ ગતિ કરતો Bitcoin શું હવે જમીન પર પટકવા જઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલા માટે ઉઠ્યો છે કે છેલ્લા બે અઠવાડિયામાં તેની કિંમતમાં 15,000 ડોલરનો ઘટાડો થયો છે. Coindesk વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ગઈકાલે સાંજે 5 વાગ્યે આ ક્રિપ્ટોકરન્સી 9.47 ટકાના ઘટાડા સાથે 49887 ડોલરના સ્તરે સરકી ગયો છે. આ ઘટાડાના લીધે તેની માર્કેટ કેપ 932 અબજ ડોલર થઈ ગઈ છે.

14 એપ્રિલના રોજ બિટકોઈને 64,829 ડોલરની ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શી હતી. ત્યાર બાદથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક માટેનું ઉચ્ચતમ સ્તર ૫૫૪૭૧ ડોલર અને સૌથી નીચું સ્તર 47467 ડોલર રહ્યું છે. આ રીતે તેનો દર એક દિવસમાં લગભગ 8000 ડોલર જેટલો ઘટી ગયો છે. જોકે, YTD (year to Date) ના આધારે તેણે હજી પણ 68 ટકા વળતર આપ્યું છે.

બિડેન વહીવટીતંત્રનો ટેક્સ પ્રસ્તાવ આ પાછળનું કારણ છે
માનવામાં આવે છે કે બિટકોઇનનો તાજેતરનો ઘટાડો અમેરિકન જો બિડેન સરકારનો પ્રસ્તાવ છે જેમાં તે ધનિક અમેરિકન પર વધારાના ટેક્સનો ભાર લાદવાની તૈયારી કરાઈ રહી છે. સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ બિડેન વહીવટીતંત્રએ મૂડી લાભ પર કરના દરને બમણા કરવાની દરખાસ્ત કરી છે. જો તેનો અમલ કરવામાં આવે તો યુ.એસ. માં કેપિટલ ગેન ટેક્સ વધીને 39.60 ટકા થશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેક્સ 10 મિલિયન ડોલરથી વધુ કમાણી કરનારા લોકો પર લાગૂ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હજુ ઘટાડાની આગાહી
આ સમાચાર બહાર આવ્યા પછી બધી ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ પછી પહેલીવાર બિટકોઇન 50 હજાર ડોલર સપાટી પર આવી ગયો છે. અન્ય ક્રિપ્ટોકરન્સી Ether XRPમાં પણ 7 ટકાનો ઘટાડો થયો છે. વોલ સ્ટ્રીટના વિશ્લેષક કહે છે કે આવનારા સમયમાં આ ક્રિપ્ટોકરન્સી વધુ ઘટશે.

 

 

Published On - 9:39 am, Sat, 24 April 21

Next Article