ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ આજે સોમવારે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો (IRCTC Q2 પરિણામ) જાહેર કર્યા. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેના નફામાં 386% નો વધારો નોંધાવ્યો હતો.
કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ 158.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 32.6 કરોડ હતો. જો કે, એ પણ નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે દેશમાં ઓછી ટ્રેનો દોડી હતી.
IRCTCએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની આવક 357% વધીને રૂ 405 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 88.5 કરોડ હતી.સવારે પ્રારંભિક સત્રમાં શેર ૮૦૯ રૂપિયા સુધી લપસ્યો હતો જોકે પરિણામ જાહેર થયા બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ NSE પર કંપનીનો શેર 3.10%ના ઉછાળા સાથે રૂ 871.40 પર ટ્રેડ થયો હતો. આજના કારોબારના અંતે શેર 1.12 ટકા વધારા સાથે 855 ની સપાટીએ બંધ થયો હતો.
સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન IRCTCના આંતરિક ટિકિટિંગ સેગમેન્ટમાં મોટો ઉછાળો આવ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન આ સેગમેન્ટમાંથી કંપનીની આવક વધીને રૂ 265 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ 58.2 કરોડ હતી. કેટરિંગ સેગમેન્ટમાંથી કંપનીની આવક રૂ. 71.4 કરોડ થઇ હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 17 કરોડ હતી.
૨૭ ઓક્ટોબરે IRCTC નું એક સામે પાંચ શેરોમાં વિભાજન થયું
IRCTCનું બહુપ્રતીક્ષિત સ્ટોક સ્પ્લિટ ગુરુવારે પૂર્ણ થયું હતું. કંપનીનો એક શેર પાંચ શેરમાં વિભાજીત થયો હતો. મતલબ કે જો તમારી પાસે IRCTCના 10 શેર હોય તો તે 50 શેર થયા છે. શેરના વિભાજન પછી, IRCTCના શેર શુક્રવારે 10 ટકાથી વધુ ઊંચા વેપાર કર્યો હતો.
Indian Railway Ctrng nd Trsm Corp Ltd – IRCTC ની છેલ્લી સ્થિતિ
Closing 855.15 +9.50 (1.12%)
Open 870.00
High 885.70
Low 809.45
આ પણ વાંચો : Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ
આ પણ વાંચો : Railway New Time Table: આજથી રેલવેનું બદલાયું ટાઈમટેબલ, સફર પહેલા ધ્યાનમાં રાખજો આ ફેરફાર
Published On - 3:43 pm, Mon, 1 November 21