જો તમે ટ્રેનની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવશો તો આપવો પડશે ચાર્જ, જાણો તમને કેટલા રૂપિયાનું થશે નુકશાન
જો તમે તમારી કન્ફર્મ, RAC અથવા વેઇટલિસ્ટેડ ટિકિટ રદ કરો છો, તો ભારતીય રેલવે કેટલિક રકમ કાપે છે. કપાતની રકમ ટિકિટ રદ કરવાના સમયના આધારે બદલાય છે. ભારતીય રેલવેના કેન્સલેશન ચાર્જ ટિકિટના પ્રકાર પર પણ આધાર રાખે છે. એસી ફર્સ્ટ, એસી-ચેર કાર, સેકન્ડ ક્લાસ વગેરે.

ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે ટ્રેનની ટિકિટ બુકિંગ અને કેન્સલેશન માટે ઓનલાઈન સિસ્ટમ બનાવી છે. જેના દ્વારા તમે સરળતાથી ઘરે બેઠા ટિકિટ કેન્સલ કરાવી શકો છો. ટિકિટ કેન્સલ કરવા પર ચાર્જ લેવામાં આવે છે. તેથી તમારે એ જાણવું જરૂરી છે કે, તેના માટે તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે, કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલો ચાર્જ લાગશે.
કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવાના નિયમ
જો તમે તમારી કન્ફર્મ, RAC અથવા વેઇટલિસ્ટેડ ટિકિટ રદ કરો છો, તો ભારતીય રેલવે કેટલિક રકમ કાપે છે. કપાતની રકમ ટિકિટ રદ કરવાના સમયના આધારે બદલાય છે. ભારતીય રેલવેના કેન્સલેશન ચાર્જ ટિકિટના પ્રકાર પર પણ આધાર રાખે છે. એસી ફર્સ્ટ, એસી-ચેર કાર, સેકન્ડ ક્લાસ વગેરે. અહીં જાણો રેલવેના ટિકિટ કેન્સલેશન રિફંડ નિયમ વિશે.
કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવા પર લાગશે આટલો ચાર્જ
- AC ફર્સ્ટ/એક્ઝિક્યુટિવ ક્લાસના પેસેન્જરો માટે 240 રૂપિયા પ્રતિ પેસેન્જર કેન્સલેશન ચાર્જ, AC 2-ટિયર/ફર્સ્ટ ક્લાસ માટે 200 રૂપિયા, AC 3-ટિયર/AC ચેર કાર, AC-3 ઇકોનોમી માટે 180 રૂપિયા અને સેકન્ડ ક્લાસ માટે 60 રૂપિયા.
- જો કોઈ યાત્રી 48 કલાકથી ઓછા સમયમાં અને ટ્રેનના નિર્ધારિત સમયના 12 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરે છે, તો કેન્સલેશન ચાર્જ કુલ ભાડાના 25% રહેશે.
- ટ્રેનના નિર્ધારિત સમયના 12 કલાકથી ઓછા સમયમાં અને 4 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ રદ કરાવશે તો ચાર્જ કુલ ભાડાના 50% રહેશે. પરંતુ દરેક વર્ગ માટે લઘુત્તમ ફ્લેટ કેન્સલેશન ચાર્જને આધીન રહેશે.
- જો ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના અડધા કલાક પહેલાં RAC/વેઇટલિસ્ટ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો ક્લેરિકલ ચાર્જને બાદ કર્યા બાદ સંપૂર્ણ રકમનું રિફંડ આપવામાં આવશે.
આ પણ વાંચો : ગઢપણમાં નહીં રહે રૂપિયાનું ટેન્શન! તમને મળશે પેન્શન, જાણો સરકારની યોજના NPS માં કેવી રીતે ખૂલશે એકાઉન્ટ
ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિનામાં પેસેન્જર કેટેગરીમાં તેની અંદાજિત આવક એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન 28,569 કરોડથી વધીને 48,913 કરોડ રૂપિયા થઈ હતી. જેમાં 71 ટકાનો વધારો થયો હતો. 1 એપ્રિલથી 31 ડિસેમ્બર, 2022 સુધીમાં આરક્ષિત પેસેન્જર સેગમેન્ટમાં બુક કરાયેલા મુસાફરોની અંદાજિત કુલ સંખ્યા 59.61 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 56.05 કરોડ રૂપિયાથી વધીને 6 ટકા વધી છે.
