IRCTCની રક્ષાબંધન ઑફર ! તેજસ એક્સપ્રેસમાં યાત્રા કરનારી મહિલાઓને મળશે 5 ટકા કેશબેક

|

Aug 17, 2021 | 5:28 PM

IRCTC એ 24 ઓગસ્ટ સુધી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી તમામ મહિલા મુસાફરોને 5% ની વિશેષ કેશબેક ઓફર આપી છે. કેશબેક ઓફર ફક્ત આપેલ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી યાત્રાઓ માટે લાગુ પડશે.

IRCTCની રક્ષાબંધન ઑફર ! તેજસ એક્સપ્રેસમાં યાત્રા કરનારી મહિલાઓને મળશે 5 ટકા કેશબેક
સાંકેતિક તસ્વીર

Follow us on

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ આગામી રક્ષાબંધન (Rakshabandhan) તહેવાર નિમિત્તે મહિલાઓ માટે ખાસ ઓફર રજૂ કરી છે. IRCTC એ જાહેરાત કરી છે કે તે તેના દ્વારા સંચાલિત બે તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા મુસાફરોને કેશબેક આપશે.

મહિલા મુસાફરોને તેજસ ટ્રેનમાં મુસાફરી કરવા પર 24 ઓગસ્ટ સુધી 5 ટકા કેશબેક મળશે.  IRCTC એ કહ્યું કે આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દિલ્હી-લખનૌ (Delhi-Lucknow) અને મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahmedabad) તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓને 24 ઓગસ્ટ સુધી 5 ટકા કેશબેક મળશે.  

 કેવી રીતે ઉઠાવશો ઑફરનો ફાયદો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

IRCTC એ 24 ઓગસ્ટ સુધી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી તમામ મહિલા મુસાફરોને 5% ની વિશેષ કેશબેક ઓફર આપી છે. કેશબેક ઓફર ફક્ત આપેલ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી યાત્રાઓ માટે લાગુ પડશે. આ દરમિયાન મહિલાઓ ઘણી વખત મુસાફરી કરી શકે છે.

કોને મળશે કેશબેક ઑફર

દરેક વખતે કેશબેક ઓફર હેઠળ ડિસ્કાઉન્ટ તે જ ખાતામાં જમા થશે જેમાંથી ટિકિટ બુક કરવામાં આવી છે. કેશબેક ઓફર તે મહિલા મુસાફરોને પણ લાગુ પડશે જેમણે ઓફર લૉન્ચ પહેલા મુસાફરીના સમયગાળા માટે ટિકિટ બુક કરાવી લીધી છે.

7 ઑગષ્ટથી તેજસ એક્સપ્રેસનુ પરિચાલન 

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ 7 ઓગસ્ટથી બંને પ્રાઇવેટ સંચાલન વાળી તેજસ એક્સપ્રેસ ટ્રેનોની સેવા ફરી શરૂ કરી છે. બીજી લહેર દરમિયાન કોવિડ-19 ના વધતા કેસના કારણે ચાર મહીના પહેલા રદ્દ કર્યા બાદ દિલ્લી-લખનઉ અને મુંબઇ અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેને પોતાનુ પરિચાલન ફરી શરુ કરી દીધુ.

બે તેજસ એક્સપ્રેસ સેવાઓ ભારતીય રેલવેની પેટાકંપની IRCTC દ્વારા સંચાલિત છે. બંને તેજસ એક્સપ્રેસ હાલ સપ્તાહમાં ચાર દિવસ કાર્યરત રહેશે. તે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. ટ્રેન સંખ્યા 82901/82902 અમદાવાદ-મુંબઇ-અમદાવાદ અને ટ્રેન સંખ્યા 82501/82502 લખનઉ-નવી દિલ્લી-લખનઉ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ચાલશે.

 

આ પણ વાંચો :Afghanistan Crisis: ભારતનુ મિશન અફઘાનિસ્તાન, એક બે દિવસમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે

આ પણ વાંચો :Airport બાદ હવે check post ઉપર Adani Group નો કબ્જો , જાણો ક્યાં રાજ્યમાં ખરીદી 49% હિસ્સેદારી

Next Article