IPO : આજે આ બે IPO બંધ થઇ રહ્યા છે , રોકાણ કરતા પહેલા જાણો કંપની વિશે

|

Sep 03, 2021 | 10:21 AM

કેમિકલ ઉત્પાદક અમી ઓર્ગેનિક્સ અને હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરનો આઇપીઓ 1 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને આ ઇશ્યૂ આજે 3 સપ્ટેમ્બરે બંધ થઈ રહ્યો છે.

સમાચાર સાંભળો
IPO : આજે આ બે IPO બંધ થઇ રહ્યા છે , રોકાણ કરતા પહેલા જાણો કંપની વિશે
IPO Market

Follow us on

ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં ૧૦ નવી કંપની પ્રવેશી છે. હાલમાં વધુ બે IPO ઓપન છે. સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક અમી ઓર્ગેનિક્સ અને હેલ્થકેર ચેઇન વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરનો આઇપીઓ 1 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને આ ઇશ્યૂ આજે 3 સપ્ટેમ્બરે બંધ થઈ રહ્યો છે. આ કંપનીઓના રોકાણ કરવું કે નહિ? અને રોકાણ લાંબા ગાળા માટે સારું રહેશે કે ટૂંકા ગાળા માટે તે પ્રશ્નો રોકાણકારના મનમાં ઉઠે છે. આ પ્રશ્નોના જવાબ આપણે અહેવાલમાંથી મળી શકે છે.

Amy Organics IPO
એમી ઓર્ગેનિક્સ સુરત સ્થિત કંપની છે જે સ્પેશિયલ કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની રચના વર્ષ 2004 માં કરવામાં આવી હતી. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં અનેક અદ્યતન ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને API છે. અત્યાર સુધી કંપનીએ લગભગ 450 ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ વિકસાવી છે. એમી ઓર્ગેનિક્સના વિદેશમાં ગ્રાહકો પણ છે. કંપની અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, ઉત્તર અમેરિકા વગેરેને તેના API પૂરા પાડે છે. પોર્ટફોલિયો મજબૂત છે.

Price Band                     : Rs 603-610
From when to                : 1st to 3rd September
Lot Size                           : 24 Shares
Minimum investment : Rs 14,640
Estimated listing          : September 14

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Vijaya Diagnostic IPO
વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.

Price Band                      : Rs 522-531
From when to                : 1st to 3rd September
Lot Size                           : 28 Shares
Minimum investment : Rs 14,868
Estimated listing          : September 14

ઘણા IPO હજુ કતારમાં
જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસીઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વર્ષ 2020 અને 2021 દરમિયાન આઇપીઓના ઉત્સાહી પ્રદર્શનને કારણે નવા IPO કતારમાં છે . તાજેતરના IPOએ નબળું પ્રદર્શન કર્યું છે. ઓગસ્ટ મહિનામાં મધ્યમ અને નાની મૂડીની ઊંચી અસ્થિરતાએ અન્ય IPO ની કામગીરીને પણ અસર કરી છે.

આજે શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી
ભારતીય શેરબજાર(Share Market)માં તેજીનો દોર આજે પણ યથાવત રહ્યો છે. આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 58,115.69 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,311.95 ની સપાટીએ પહોંચ્યો છે. શેરબજારના આ બંને મુખ્ય ઇન્ડેકસે આ નવી સપાટી સાથે સર્વોચ્ચ સપાટીનું નવું સ્તર દર્જ કર્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આપનાં વાહનમાં એક લીટર પેટ્રોલ – ડીઝલ ભરાવવા પાછળ આજે કેટલો ખર્ચ કરવો પડશે ? જાણો ઇંધણના લેટેસ્ટ રેટ

 

Published On - 10:21 am, Fri, 3 September 21

Next Article