શેરબજારમાં તેજી સાથે શરૂઆત, આ શેર ઉપર રોકાણકારોએ રાખવી જોઈએ નજર

|

Nov 03, 2020 | 1:02 PM

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર પણ આજે જબરદસ્ત તેજી નોંધાવી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં જ ૧ ટકા સુધી વૃદ્ધિ દર્જ કરનાર સેન્સેક્સ અને નિફટી આજે ટ્રેન્ડ જાળવી રાખે તેવા સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારોએ આજે તેજી નોંધાવી છે ત્યારેભારતીય શેરબજાર પણ મજબૂત કારોબાર જાળવી રાખે તેવી આશા […]

શેરબજારમાં તેજી સાથે શરૂઆત, આ શેર ઉપર રોકાણકારોએ રાખવી જોઈએ નજર

Follow us on

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર પણ આજે જબરદસ્ત તેજી નોંધાવી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં જ ૧ ટકા સુધી વૃદ્ધિ દર્જ કરનાર સેન્સેક્સ અને નિફટી આજે ટ્રેન્ડ જાળવી રાખે તેવા સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારોએ આજે તેજી નોંધાવી છે ત્યારેભારતીય શેરબજાર પણ મજબૂત કારોબાર જાળવી રાખે તેવી આશા સેવાઈ રહી છે. ભારતીય બજારમાં આજે આ કંપનીઓ રોકાણકારોનું ધ્યાન ખેચશે.

NTPC 
બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ૭.43% વધીને રૂ.3504 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 3,262.44 કરોડ રૂપિયા હતો. કંપનીએ 19.78 કરોડ શેરને મંજૂરી પણ આપી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ZEE
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 77.3% ઘટીને ૯૩.41 કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ૪૧૨.09 કરોડ હતો.

RELIANCE CAPITAL
રિલાયન્સ કેપિટલ તેની 5 પેટા કંપનીઓમાં હિસ્સો વેચશે. રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ અને રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ સાથે અન્ય કંપનીઓમાં હિસ્સો વેચવા માટે ટેન્ડર જાહેર કરાયા છે. કંપની હિસ્સો વેચીને તેનું દેવું ચુકવશે. કંપની પર લગભગ 20 હજાર કરોડનું દેવું છે.

PNB સરકારી બેંક PNB એ સોમવારે બીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકનો નફો 22% વધીને 621 કરોડ રૂપિયા થહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ .507 કરોડ હતો.

ત્રિમાસિક પરિણામો
આજે સન ફાર્મા, પીવીઆર, અદાણી ગેસ, અદાણી બંદર અને મુથૂટ ફાઇનાન્સ તેમના બીજા ક્વાર્ટર પરિણામ જાહેર કરશે. આ કંપનીઓના પરિણામો ઉપર પણ રોકાણકારોની નજર રહશે એ આધારે ખરીદારી અને નફા વસૂલીનો ટ્રેન્ડ ખબર પડી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article