આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

|

Nov 20, 2020 | 11:30 AM

શરૂઆતી કારોબારમાં શેરબજાર રોકાણકારોને સારી સ્થિતિ દેખાડી રહ્યા છે. નિફ્ટીમાં ટાઇટન, નેસ્લે ઈન્ડિયા અને બજાજ ફિનસવરના શેર   3% વધ્યા છે. એનટીપીસી અને ટેક મહિન્દ્રામાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. નકારાતમક પાસું જોઈએતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. યુપીએલ, કોલ ઈન્ડિયા અને ઈન્ડસઇન્ડ બેન્કના શેરમાં પણ 1-1 ટકાનો ઘટાડો […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ
Stock Update

Follow us on

શરૂઆતી કારોબારમાં શેરબજાર રોકાણકારોને સારી સ્થિતિ દેખાડી રહ્યા છે. નિફ્ટીમાં ટાઇટન, નેસ્લે ઈન્ડિયા અને બજાજ ફિનસવરના શેર   3% વધ્યા છે. એનટીપીસી અને ટેક મહિન્દ્રામાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. નકારાતમક પાસું જોઈએતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. યુપીએલ, કોલ ઈન્ડિયા અને ઈન્ડસઇન્ડ બેન્કના શેરમાં પણ 1-1 ટકાનો ઘટાડો દેખાયો છે.

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
કંપનીએ છેલ્લા 44 દિવસમાં 10.09% હિસ્સો વેચીને 47,265 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. કંપનીની હિસ્સો વેચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

મુથૂટ ફાઇનાન્સ અને મણાપુરમ ફાઇનાન્સ
ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે કહ્યું કે તેણે મુથૂટ ફાઇનાન્સ, એર્નાકુલમ પર દસ લાખ અને મણપ્પુરમ ફાઇનાન્સ, થ્રિસુરને 5 લાખનો દંડ ફટકાર્યો છે.

ગ્લેન્ડ ફાર્મા
કંપની આજે એક્સચેંજમાં લિસ્ટ થશે. આઈપીઓ ૯ થી ૧૧ નવેમ્બર સુધી ચાલ્યો હતો. કંપનીએ આઈપીઓ માટે 1,490 થી 1,500 ની કિંમત નક્કી કરી હતી. તે 2.6 ગણો ભરાયો હતો

ભારતી ઇન્ફ્રાટેલ અને વોડાફોન આઈડિયા

ભારતી ઇન્ફ્રાટેલ અને સિંધુ ટાવર્સની મર્જર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મર્જર અંતર્ગત, વોડાફોન આઈડિયાને સિંધુ ટાવરના 11.15% હિસ્સાના બદલામાં રૂ. 3,760.1 કરોડની રોકડ મળી છે.

એમ્ફેસીસ
રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ ભારતે એમ્ફેસીસની પેટાકંપની એમ્ફેસીસ કન્સલ્ટિંગ લિમિટેડમાં યુ.કે.ના ડેટાલિટીક્સને લગભગ ૧૩૦.4 કરોડમાં હસ્તગત કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article