શું હેલ્મેટ પર GST છે મોતનું કારણ ? IRF ના તર્ક દ્વારા સમજો સમગ્ર બાબત

|

Nov 15, 2022 | 5:21 PM

IRF એ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને ટુ-વ્હીલર સવારો માટે જીવન બચાવવા માટેના સાધનો પરનો GST હાલના 18% થી ઘટાડીને 0% કરવા વિનંતી કરી છે.

શું હેલ્મેટ પર GST છે મોતનું કારણ ? IRF ના તર્ક દ્વારા સમજો સમગ્ર બાબત
Helmet

Follow us on

GST On Helmet : દેશમાં માર્ગ અકસ્માતના મૃત્યુના આંકડાને અંકુશમાં લેવા સરકાર સતત વિવિધ પ્રયાસો કરી રહી છે. તે છતા ડ્રાઇવિંગ માટે સૌથી મહત્વપૂર્ણ મનાતા હેલ્મેટ પર સરકાર ભારે GST વસુલી રહી છે. આ કિસ્સામાં, વૈશ્વિક માર્ગ સલામતી સંસ્થા ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (IRF) એ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને ટુ-વ્હીલર સવારો માટે જીવન રક્ષક ઉપકરણો પર GST વર્તમાન 18% થી ઘટાડીને 0% કરવા વિનંતી કરી છે. ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (IRF)ના પ્રમુખ એમેરેટસ કે.કે. કપિલાએ નાણામંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતો વૈશ્વિક જોખમ છે અને સમગ્ર વિશ્વમાં થતા કુલ માર્ગ અકસ્માતોમાં ભારતનો હિસ્સો લગભગ 11 ટકા છે.

માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે, 2025 સુધીમાં માર્ગ અકસ્માતના મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો કરવા માટે 2030 ના અંત પહેલા હેલ્મેટ પર કોઈ GST ન હોવો જોઈએ. આંકડા મુજબ, દર વર્ષે લગભગ 5,00,000 રોડ ટ્રાફિક અકસ્માતો થાય છે, જેના પરિણામે માર્ગ અકસ્માતોમાં 1,50,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે અને 5,00,000 થી વધુ લોકોને ઇજાઓ થાય છે, જેમાંથી કેટલાક કાયમી અપંગતા આવી હોય એવા પણ કિસ્સા છે. તમને જણાવી દઈએ કે આમાંનો મોટો હિસ્સો 18 થી 45 વર્ષની વયજૂથનો છે, આ એ યુવાનો છે જે દેશની અર્થવ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

કે.કે. કપિલાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ટુ-વ્હીલર અકસ્માતોમાં ઈજાઓ અને મૃત્યુ ઘટાડવા માટેના સૌથી અસરકારક પગલાં પૈકી એક પ્રમાણભૂત હેલ્મેટનો ઉપયોગ છે. આપણા દેશમાં હેલ્મેટનો ઉપયોગ ઓછો જોવા મળે છે. આપણો દેશ ટ્રાફિક, અકસ્માતો, ઇજાઓ અને મૃત્યુના વધતા બોજનો સામનો કરી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કલમ 129 હેઠળ હેલ્મેટ પહેરવું ફરજિયાત

2019 માં સમગ્ર ભારતમાં 4,80,652 માર્ગ અકસ્માતોમાંથી કુલ 1,51,113 લોકો મૃત્યુ પામ્યા હતા, જે એક દિવસમાં સરેરાશ 414 અથવા એક કલાકમાં 17 હતા, આ ડેટા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગના અહેવાલ દ્વારા અપાયો છે. માર્ગ અકસ્માતમાં કુલ મૃત્યુ પૈકી 31.4% ટુ-વ્હીલર ચાલકોના છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 129 મુજબ ટુ-વ્હીલર સવારો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

હેલ્મેટ પર GST ન હોવો જોઈએ

હાલમાં હેલ્મેટ પર GSTનો લાગુ દર 18% છે જે જીવન બચાવવાનું સાધન છે. માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે, 2030 ના અંત પહેલા, 2025 સુધીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં 50% ઘટાડો કરવા માટે હેલ્મેટ પર કોઈ GST ન હોવો જોઈએ. સ્ટાન્ડર્ડ હેલ્મેટ માર્ગ અકસ્માતના મૃત્યુને ઘટાડવામાં મદદ કરશે એટલું જ નહીં, તે આપણા અર્થતંત્રમાં માર્ગ અકસ્માતોને કારણે જીડીપીના નુકસાનને ઘટાડવામાં પણ મદદ કરશે.

Next Article