Infosys 14 એપ્રિલે શેર બાયબેક પર વિચાર કરશે, કંપનીના પરિણામોની જાહેરાત સાથે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

|

Apr 12, 2021 | 1:21 PM

દેશના આઇટી સેક્ટરની દિગ્ગ્જ કંપની ઇન્ફોસી(Infosys)સે રવિવારે કહ્યું હતું કે 14 એપ્રિલના રોજ યોજાનારી તેની બેઠકમાં કંપનીનું બોર્ડ ફુલ્લી પેઇડ અપ ઇક્વિટી શેરના બાયબેક પર વિચાર કરશે.

Infosys 14 એપ્રિલે શેર બાયબેક પર વિચાર કરશે, કંપનીના પરિણામોની જાહેરાત સાથે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય
ઇન્ફોસિસ મોટી સંખ્યામાં ફ્રેશર્સને રોજગારીની તક પુરી પડશે

Follow us on

દેશના આઇટી સેક્ટરની દિગ્ગ્જ કંપની ઇન્ફોસી(Infosys)સે રવિવારે કહ્યું હતું કે 14 એપ્રિલના રોજ યોજાનારી તેની બેઠકમાં કંપનીનું બોર્ડ ફુલ્લી પેઇડ અપ ઇક્વિટી શેરના બાયબેક પર વિચાર કરશે. ફાઇલિંગમાં માહિતી આપતા કંપનીએ કહ્યું કે બાયબેકનો આ પ્રસ્તાવ સેબીના બોયબેક ઓફ સિક્યોરિટીઝ રેગ્યુલેશન્સ 2018 હેઠળ લાવવામાં આવી રહ્યો છે.

ઇન્ફોસિસના માર્ચ ક્વાર્ટરના પરિણામો 14 એપ્રિલના રોજ આવવાના છે. 15 વિશ્લેષકો વચ્ચે હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ ચોથા ક્વાર્ટરમાં કંપનીની કમાણી 26,397.90 કરોડ રૂપિયા થઈ શકે છે. આ સમયગાળામાં તેનો નફો 5,168.30 કરોડ રૂપિયા થઈ શકે છે.

માર્કેટ કેપ 6,13,854.71 કરોડ રૂપિયા આવે છે
ગયા અઠવાડિયે ઇન્ફોસિસની માર્કેટ કેપ રૂ 23,625.36 કરોડથી વધીને 6,13,854.71 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગત સપ્તાહે ઈન્ફોસિસનો શેર 0.66 ટકા વધીને રૂ 1,440.75 પર બંધ રહ્યો હતો. ગયા અઠવાડિયે જ બીએસઈમાં 438.51 પોઇન્ટ અથવા 0.87 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 9 એપ્રિલના રોજ પૂરા થતા સપ્તાહમાં ઈન્ફોસિસ માર્કેટકેપના સંદર્ભમાં 6 લાખ કરોડના આંકને પાર કરનારી ચોથી ભારતીય કંપની બની. છેલ્લા એક વર્ષમાં ઈન્ફોસિસના શેરમાં 141 ટકાનો વધારો થયો છે જ્યારે 2021 માં શેરમાં અત્યાર સુધીમાં 12 ટકાનો વધારો થયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેટમાઇન વેન્ચર્સ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરશે કંપની
એપ્રિલની શરૂઆતમાં એવા અહેવાલ પણ મળ્યા હતા કે રતન ટાટાની જેમ ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની ખાનગી રોકાણ કંપની કેટમારેન વેન્ચર્સ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરી શકે છે. કેટમિરેન બી 2 બી ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને યુનિકોર્ન બની ઉંડાણ માં રોકાણ કરવા સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત છે. વ્યવસાયિક સૂત્રોના જણાવ્યા મુજબ કેટમેરેન માં 80 થી 100 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે વાતચીત આગળના તબક્કામાં છે. આ સોદા આગામી કેટલાક સપ્તાહમાં પૂર્ણ થવાની સંભાવના છે.

 

Published On - 1:19 pm, Mon, 12 April 21

Next Article