આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં રસોડાનું બજેટ બગડી શકે છે. વૈશ્વિક બજારમાં ગેસની કિંમતો ઝડપથી વધી(Gas Price Hike) રહી છે. દરમિયાન નવા નાણાકીય વર્ષમાં સ્થાનિક કુદરતી ગેસ(Natural Gas)ના ભાવમાં વધારો થઈ શકે છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર આજે 1 એપ્રિલના રોજ કુદરતી ગેસની કિંમત બમણી થઈ શકે છે. આ ભાવ વધારાથી ભારતમાં મોંઘવારી(Inflation)નું દબાણ વધુ વધશે. નેચરલ ગેસના ભાવમાં વધારાને કારણે CNG, LNG ગેસ મોંઘો થશે. અહેવાલ મુજબ સરકાર આજે 1 એપ્રિલ, 2022 થી કુદરતી ગેસ માટે ઓલ્ડ ઓઇલ ફિલ્ડ માટે કિંમત 6.1 ડોલર પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) સુધી વધારી શકે છે. હાલમાં તે 2.90 પ્રતિ મિલિયન મેટ્રિક Btu છે.
મુશ્કેલ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસની કિંમત વધારીને 9.92 mmBtu થવાની છે જે હાલમાં 6.13 ડોલરના સ્તરે છે. સરકાર નાણાકીય વર્ષમાં બે વખત કુદરતી ગેસના ભાવમાં ફેરફાર કરે છે. પ્રથમ ફેરફાર 1 એપ્રિલના રોજ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહે છે. બીજો ફેરફાર 1 ઓક્ટોબરના રોજ થાય છે અને તે પછીના વર્ષની 31 માર્ચ સુધી અમલમાં રહે છે.
એવું માનવામાં આવે છે કે કિંમતમાં ફેરફારની જાહેરાત ખૂબ જ જલ્દી થઈ શકે છે. જો ગેસના ભાવમાં વધારો થશે તો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને ઘણો ફાયદો થશે. આ સિવાય ઓઈલ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે.
જો નેચરલ ગેસના ભાવ વધશે તો ઘરોમાં વપરાતા ગેસના ભાવ વધશે. આ સિવાય પાવર સેક્ટરમાં નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. ખાતરના ક્ષેત્રમાં કુદરતી ગેસનો ઉપયોગ થાય છે. ગેસના ભાવમાં વધારાની અસર અહીં પણ પડશે અને મોંઘવારીનું દબાણ વધશે. છેલ્લા બે મહિનાથી મોંઘવારી સતત 6 ટકાની ઉપલી સીમાને વટાવી ગઈ છે.
ડીબીએસ બેંકનું કહેવું છે કે જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 10 ડોલર વધે છે તો મોંઘવારી 20-25 બેસિસ પોઈન્ટ વધે છે. આના પરિણામે ચાલુ ખાતાની ખાધમાં 0.30 ટકાનો ઉછાળો આવે છે. તેમજ ભારતના વિકાસ દર પર 15 બેસિસ પોઈન્ટની અસર છે.
આ પણ વાંચો : MONEY9: ક્રિપ્ટોમાં ફૂલેલો તેજીનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં? શું ક્રિપ્ટોકરન્સીના અંતિમ દિવસો ગણાઈ રહ્યાં છે ?
આ પણ વાંચો : MONEY9: ઘર ખરીદવું છે તો રહેજો સાવધાન, નહીં તો ઉતરી જશો ખોટના ખાડામાં