ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ

ઈન્ડિગો એરલાઈન્સમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી, બંને માલિકો વચ્ચે આંતરીક વિખવાદ

દેશમાં એવિએશન સેક્ટરમાં મંદી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. પ્રસિદ્ધ કંપનીઓ બંધ થવાની હાલત પર પહોંચી ચૂકી છે. ત્યારે સસ્તા ભાડા સાથે જાણિતી ઈન્ડિગો એરલાઈન્સ કંપની પણ આંતરીક વિખવાદોમાં ફસાઈ છે. માહિતી પ્રમાણે ઈન્ડિગોના પ્રમોટર રાહુલ ભાટીયા અને રાકેશ ગંગવાલ સામ સામે આવી ચૂક્યા છે. વિખવાદ એ હદ સુધી પહોંચ્યો કે, આ બંને મિત્રો રેગ્યુલેટર […]

TV9 Webdesk12

|

Jul 11, 2019 | 3:46 AM

દેશમાં એવિએશન સેક્ટરમાં મંદી જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. પ્રસિદ્ધ કંપનીઓ બંધ થવાની હાલત પર પહોંચી ચૂકી છે. ત્યારે સસ્તા ભાડા સાથે જાણિતી ઈન્ડિગો એરલાઈન્સ કંપની પણ આંતરીક વિખવાદોમાં ફસાઈ છે. માહિતી પ્રમાણે ઈન્ડિગોના પ્રમોટર રાહુલ ભાટીયા અને રાકેશ ગંગવાલ સામ સામે આવી ચૂક્યા છે. વિખવાદ એ હદ સુધી પહોંચ્યો કે, આ બંને મિત્રો રેગ્યુલેટર સેબીની શરણમાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદ RTOની કડક કાર્યવાહી, 350 ડ્રાઈવિંગ લાયસન્સ કરી દીધા કેન્સલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કંપનીના 37 ટકા શેરનો હિસ્સો ધરાવનારા રાકેશ ગંગવાલે 38 ટકાના ભાગીદાર રાહુલ ભાટીયા પર આક્ષેપો કર્યા છે. રાકેશે કહ્યું કે, કંપનીમાં કોર્પોરેટ ગર્વરન્સની હાલત પાનની દુકાન જેવી છે. અને માર્કેટમાં આ બંને પાટનરોના આંતરીક વિખવાદના સમાચાર સામે આવતા શેર બજારમાં ઈન્ડિગોના ભાવ ઘટી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમગ્ર ઘટના મુજબ રાકેશ ગંગવાલ જે કંપનીમાં નોન એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. જેમણે સેબી પાસેથી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ બેઠક બોલાવવાની માગણી કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે, ભાટીયા દ્વારા અન્ય કંપની ઉભી કરવામાં આવી રહી છે. જે ઈન્ડિગો સાથે વિવાદિત રિલેટેડ-પાર્ટીમાં ટ્રાન્ઝેકશનમાં જોડાયેલી છે. પરંતુ બીજી તરફ ખુદ રાહુલ ભાટીયા ગંગવાલ પર આરોપ લગાવી રહ્યા છે કે, તેમનું આર.જી ગ્રૂપ માત્ર ઈન્ડિગોની પ્રતિષ્ઠા જાળવી રાખવા આ તમામ પ્રયત્નો કરી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાકેશ ગંગવાલ

જોવામાં આવે તો બંને પ્રમોટર્સને એક બીજાથી ઘણી ફરિયાદો છે. પરંતુ ગત ઉનાળાના સમયમાં ઈન્ડિગોના પ્રેસિડન્ટ આદિત્ય ઘોષે કંપની છોડી દીધી હતી. જે પહેલા કંપનીના મુખ્ય કમર્શિયલ અને નેટવર્ક ચીફ સંજય કુમારે પણ ચાલતી પકડી હતી. ત્યારે ઈન્ડિગોના કર્મચારીઓ દ્વારા પ્રથમ વખત કંપનીમાં કામ કરવાની પદ્ધતિ પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

રાહુલ ભાટીયા

ગંગવા અમેરિકી નાગરીક છે. જેમણે એયર ફ્રાંસ, યુએએસ એરવેઝ અને યુએસ એરવેઝમાં કામ કર્યું છે. તેઓ ખેતાન એન્ડ કંપનીની સાથે મળીને આ વિવાદનું નિવારણ લાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે રાહુલ ભાટીયાએ જેએસએ લૉનો સહારો લીધો છે. વર્ષ 2003માં બંને મિત્રોએ સાથે મળીને ઈન્ડિગો એરલાઈન્સ લોન્ચ કરી હતી. અને પોતાની સમજથી કંપનીને માર્કેટમાં પહેલા સ્થાને લાવી દીધી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati