ચીનની યાંગ હુઈયાનને પાછળ છોડીને ભારતની સાવિત્રી જિંદાલ બની એશિયાની સૌથી અમીર મહિલા

|

Jul 30, 2022 | 8:51 PM

ભારતની સાવિત્રી જિંદાલ હવે એશિયાની સૌથી અમીર મહિલા બની ગઈ છે. ચીનની Yang Huiyan નેટવર્થ લગભગ 24 બિલિયન ડોલર હતી, જેની સાથે તે એશિયાની સૌથી અમીર મહિલા બની હતી જોકો હવે તેનુ સ્થાન સાવિત્રી જિંદાલ લિધુ છે.

ચીનની યાંગ હુઈયાનને પાછળ છોડીને ભારતની સાવિત્રી જિંદાલ બની એશિયાની સૌથી અમીર મહિલા
Savitri Jindal
Image Credit source: file photo

Follow us on

ભારતની સાવિત્રી જિંદાલ (Savitri Jindal) હવે એશિયાની સૌથી અમીર મહિલા બની ગઈ છે. ચીનની યાંગ હુઇયાનની સંપત્તિ લગભગ 24 બિલિયન ડોલર હતી, જેની સાથે તે એશિયાની સૌથી અમીર મહિલા બની હતી. પરંતુ આ વર્ષ 2021 માં હતું. તેની પાછળનું કારણ ચીનમાં (China) રિયલ એસ્ટેટ સેક્ટરની કટોકટી હતી. હુઇયાનની કંપની ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે. તેનું નામ કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સ છે. હુઇયાનની સંપત્તિમાં આ વર્ષે 11 બિલિયન ડોલરનું નુકસાન થયું છે અને તેણે આ યાદીમાં સાવિત્રી જિંદાલને પાછળ છોડી દીધા છે. $18 બિલિયનની નેટવર્થ સાથે, ભારતની સાવિત્રી જિંદાલ સૌથી ધનિક મહિલા છે અને ફોર્બ્સની 2021ના 10 સૌથી ધનિક ભારતીયોની યાદીમાં એકમાત્ર મહિલા પણ છે.

યાંગ હુઇયાનની સંપત્તિમાં મોટો ઘટાડો

યાંગ હુઇયાનની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. તે પાંચ વર્ષથી એશિયાની સૌથી અમીર મહિલા રહી હતી. બીજી તરફ, સાવિત્રી જિંદાલની નેટવર્થમાં તાજેતરના વર્ષોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. એપ્રિલ 2020 માં કોરોના રોગચાળાની શરૂઆતમાં, તે ઘટીને $ 3.2 બિલિયન થઈ ગયું હતું અને પછી એપ્રિલ 2022માં તે વધીને $15.6 બિલિયન થઈ ગયું.

હકીકતમાં વર્ષ 2005માં, યાંગ હુઇયાનને રિયલ એસ્ટેટ ડેવલપરમાં તેના પિતાનો હિસ્સો મળ્યો. આનાથી તે વિશ્વનો સૌથી યુવા અબજોપતિ બની. વર્ષ 2018માં તેણે ચાર દિવસમાં બે અબજ ડોલરથી વધુની કમાણી કરી હતી. જો કે, આ વર્ષે તેણે માત્ર એક જ દિવસમાં એક અબજ ડોલરથી વધુનું નુકસાન કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

જાણો બંનેની સફર

41 વર્ષીય Yang Huiyan હવે કંન્ટ્રી ગાર્ડનમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. તેના મેનેજમેન્ટ સર્વિસ યુનિટમાં તેમનો હિસ્સો 43 ટકા છે. જે વર્ષે Yang Huiyanનો ઉદય થયો, તે જ વર્ષે સાવિત્રી જિંદાલને તેના પતિ ઓમપ્રકાશ જિંદાલનો બિઝનેસ સંભાળવો પડ્યો. તેના પતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તે સમયે સાવિત્રી જિંદાલની ઉંમર 55 વર્ષની હતા. આજે, તે ઓપી જિંદાલ ગ્રૂપની ચેરપર્સન એમેરિટસ છે. તેમના નેતૃત્વમાં કંપનીની આવક ચાર ગણી વધી છે.

તેની વિશાળ સંપત્તિ હોવા છતાં, Yang Huiyan લાઇમ લાઇટથી દુર રહે છે. ઇન્ટરનેટ પર પણ તમને તેમના બહુ ઓછા ફોટા જોવા મળશે. બીજી તરફ, સાવિત્રી જિંદાલ તેના જાહેર જીવનમાં ખૂબ જ સક્રિય છે. 2005 માં, તેમના પતિના મૃત્યુ પછી, તેઓ હિસાર બેઠક પરથી હરિયાણા વિધાનસભાના સભ્ય બન્યા. 2014ની ચૂંટણીમાં આ સીટ પરથી તેમનો પરાજય થયો હતો. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે.

Next Article