OIL મામલે ભારતે ખાડી ઉપર ઘટાડી નિર્ભરતા, સાઉદી અરેબિયાને ચોથા ક્રમે સરકાવી US એ મોટો જથ્થો પૂરો પાડયો

|

Mar 16, 2021 | 7:06 AM

અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ગયા મહિને સાઉદી અરેબિયા ભારતને તેલની નિકાસના સંદર્ભમાં ચોથા નંબરે પહોંચ્યું હતું.

OIL મામલે ભારતે ખાડી ઉપર ઘટાડી નિર્ભરતા, સાઉદી અરેબિયાને ચોથા ક્રમે સરકાવી US એ મોટો જથ્થો પૂરો પાડયો
અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરનાર બીજો સૌથી મોટો દેશ બન્યો છે.

Follow us on

અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ગયા મહિને સાઉદી અરેબિયા ભારતને તેલની નિકાસના સંદર્ભમાં ચોથા નંબરે પહોંચ્યું હતું. ફેબ્રુઆરીમાં ઇરાક ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ નિકાસકાર દેશ હતો. ફેબ્રુઆરીમાં દેશમાં દરરોજ 39.2 લાખ બેરલ ક્રૂડ લાવવામાં આવ્યું હતું જે જાન્યુઆરી કરતા 18% ઓછું હતું.

OPECનું ઉત્પાદન ઘટ્યું, યુએસ માં ક્રૂડ સસ્તું રહ્યું
આયાત-નિકાસના આંકડા મુજબ ગલ્ફ દેશોની આયાતમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ OPEC અને અન્ય ક્રૂડ નિકાસ કરનારા દેશોના ઉત્પાદનમાં ઘટાડો હતો. આની તુલનામાં, યુ.એસ.થી આયાતની વિક્રમી સપાટીએ પહોંચવાનું કારણ ત્યાંનું ક્રૂડ સસ્તું છે. ક્રૂડ ઓઇલની કુલ આયાતમાં ગલ્ફ દેશોનો હિસ્સો ઘટીને 22 મહિનાના તળિયે 52.7% પહોંચ્યો છે. તેની તુલનામાં કુલ તેલ આયાતમાં આફ્રિકાનો હિસ્સો વધીને 15% થયો છે.

USથી ક્રૂડની આયાતમાં માસિક ધોરણે 48% નો વધારો
ફેબ્રુઆરીમાં વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક યુ.એસ.માંથી ક્રૂડ ઓઇલની આયાત માસિક ધોરણે દરરોજ 48% વધીને 5,45,300 બેરલ થઈ છે. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર દેશમાં ક્રૂડની જેટલી આયાત થઇ તેનો 14% હિસ્સો યુએસથી આવ્યો છે. સાઉદી અરેબિયાથી આવતા તેલનું પ્રમાણ જાન્યુઆરીની સરખામણીએ 42% ઘટીને દિવસ દીઠ 4,45,200 બેરલ થયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાઉદી અરેબિયાથી આયાત 10 વર્ષની નીચી સપાટીએ
સાઉદી અરેબિયાથી ક્રૂડની આયાત ફેબ્રુઆરીમાં 10 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2006 પછી પહેલી વખત ભારતને ક્રૂડ ઓઇલ વેચવાના મામલે સાઉદી અરેબિયા ચોથા ક્રમે રહ્યું છે. તે સામાન્ય રીતે ભારતમાં તેલના બે મોટા નિકાસકારોમાં સામેલ કરવામાં આવે છે. ઇરાક ભારતને તેલનો સૌથી મોટો નિકાસકાર છે. જો કે, જાન્યુઆરીની તુલનામાં 23% ઓછું ક્રૂડ આવ્યું અને ત્યાંથી આયાત દરરોજ 8,67,500 બેરલ મુજબ પાંચ મહિનાની નીચી સપાટીએ આવી છે.

Next Article