શું આગામી 5 વર્ષમાં ભારત ચીનની મોનોપોલી તોડી ફાર્મા સેક્ટરમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે?

ભારત વિશ્વની ફાર્મસી ગણાય છે, પરંતુ દવાઓ બનાવવા માટેના મુખ્ય ઘટક API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ) માટે 65-84% ચીન પર નિર્ભર છે. નીતિ આયોગે આ નિર્ભરતાને સુરક્ષા અને અર્થતંત્ર માટે જોખમી ગણાવી છે. ચીન સસ્તા API બનાવે છે જ્યારે ભારતમાં R&D અને પેટન્ટેડ દવાઓનું રોકાણ ઓછું છે. ફાર્મા સેક્ટરમાં આત્મનિર્ભર બનવા માટે આપણી કમજોર કડી બની બેસેલા ચીનની મોનોપોલી તોડવી પડશે. તેની પરની નિર્ભરતા ઘટાડી ભારતે બલ્ક ડ્રગ પાર્ક્સ અને બાયોફાર્મામાં રોકાણ કરવુ પડશે.

શું આગામી 5 વર્ષમાં ભારત ચીનની મોનોપોલી તોડી ફાર્મા સેક્ટરમાં  વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે?
| Updated on: Aug 06, 2026 | 3:54 PM

દુનિયાના લગભગ 200થી વધુ દેશોમાં ભારતની દવાઓ પહોંચે છે અને આખા વિશ્વની અડધાથી વધુ દવાઓ ભારતમાંથી પસાર થાય છે. કોવિડ 19 મહામારી પછી ભારત વેક્સિન ઉત્પાદનમાં પણ અગ્રેસર બન્યુ છે. જ્યાં વિશ્વની લગભગ 60% વેક્સિન (વોલ્યુમ મુજબ) ભારતમાં બને છે. પરંતુ આ ભવ્ય સફળતાની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે ભારતની સુરક્ષા અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ભારત સરકારની થિંક ટેન્ક ‘નીતિ આયોગ’ એ ચેતવણી આપી છે કે દવાઓ બનાવવા માટેના મુખ્ય રો મટિરિલ, એટલે કે API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ) માટે ચીન પર ભારતની નિર્ભરતા અત્યંત જોખમી છે. ભારતીય ફાર્મા ક્ષેત્રનું વર્તમાન કદ અને સિદ્ધિઓ ભારતીય ફાર્મા ઉદ્યોગે છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 2023-24માં ભારતની ફાર્મસી રેવન્યુ 50 બિલિયન ડોલર સુધી પહોંચી છે અને 2030 સુધીમાં તે 130 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ભારતની દવાઓની નિકાસમાં વર્ષ 2000થી અત્યાર સુધીમાં 16 ગણો વધારો થયો છે. વૈશ્વિક પ્રભુત્વ: ભારત વિશ્વના 191 દેશોમાં દવાઓ વેચે છે વોલ્યુમ (જથ્થા) ની દૃષ્ટિએ ભારત વિશ્વમાં...

Published On - 9:41 pm, Fri, 10 July 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.