Forex Reserves : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશના ખજાનામાં કેટલું છે સોનું

|

Jul 25, 2021 | 7:15 AM

રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં વધારો એટલે કે FCA (Foreign Currency Assets) છે, જે સમગ્ર ભંડારનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 46.3 કરોડ ડોલર વધીને 568.784 અબજ ડોલર થયો છે.

Forex Reserves : ભારતનો વિદેશી મુદ્રા ભંડાર  રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશના ખજાનામાં કેટલું છે સોનું
Forex Reserve of India

Follow us on

16 જુલાઈ, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણનો ભંડોળ(Foreign Exchange Reserves/Forex Reserves) 83.5 કરોડ ડોલર વધીને 612.73 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(Reserve Bank of India – RBI )દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ 9 જુલાઈના રોજ પૂરા થયેલા અગાઉના અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 1.883 અબજ ડોલર વધીને 611.895 અબજ ડોલર થયું છે. ૨ જુલાઈ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.013 અબજ ડોલર વધીને 610.012 અબજ ડોલર થયું છે. 25 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.066 અબજ ડોલર વધીને 608.999 અબજ ડોલર થયું હતું.

FCA માં 46.3 કરોડ ડોલરનો વધારો
રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું કારણ વિદેશી ચલણની સંપત્તિમાં વધારો એટલે કે FCA (Foreign Currency Assets) છે, જે સમગ્ર ભંડારનો મુખ્ય ઘટક છે. આ સમયગાળા દરમિયાન FCA 46.3 કરોડ ડોલર વધીને 568.784 અબજ ડોલર થયો છે. ડોલરની દ્રષ્ટિએ વ્યક્ત કરાયેલી વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી વિનિમય ભંડારમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસર શામેલ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સોનાનો ભંડાર 37.333 અબજ થયો
આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 37.7 કરોડ ડોલર વધીને 37.333અબજ ડોલર થયો છે. તે જ સમયે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથેનો SDR (Special Drawing Rights)1 મિલિયન ડોલર વધીને 1.548 અબજ ડોલર થયો છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન IMF સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 7 મિલિયન ડોલર ઘટીને 5.1 અબજ ડોલર થયું છે.

Next Article