અર્થતંત્રમાં ઝડપી સુધારાના સંકેત, 22 આર્થિક સૂચકાંકોમાંથી 19 મહામારીના પહેલાના સ્તરથી ઉપર

સ્ટીલ વપરાશ, ઓટો સેક્ટરના વેચાણ અને હવાઈ મુસાફરોની સંખ્યા સિવાય, અન્ય તમામ આર્થિક સૂચકાંકો કોવિડ પહેલાની સ્થિતિને વટાવી ગયા છે.

અર્થતંત્રમાં ઝડપી સુધારાના સંકેત, 22 આર્થિક સૂચકાંકોમાંથી 19 મહામારીના પહેલાના સ્તરથી ઉપર
Fast recovery in the economy

ભારતીય અર્થતંત્ર (Indian economy) મહામારીની અસરમાંથી બહાર આવવાના સંકેતો મળી રહ્યા  છે. અર્થતંત્રની સ્થિતિ જણાવતા 22 ઉચ્ચ આવર્તન સૂચકાંકોમાંથી, 19 હવે કોવિડ પહેલાના સ્તરથી ઉપર પહોંચી ગયા છે. દેશમાં પ્રથમ કોવિડ કેસના રીપોર્ટ મળવાની સાથે, સરકાર આ સૂચકાંકો પર સતત નજર રાખી રહી છે. જેથી અર્થતંત્ર પર મહામારીની અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો પ્રભાવ સમજી શકાય. નવીનતમ માહિતી અનુસાર, હવે અર્થવ્યવસ્થા સંપૂર્ણ રિકવરીની સ્થિતિમાં છે.

22માંથી 19 સૂચકાંકોએ સંપૂર્ણ રિકવરી દર્શાવી 

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 ઉચ્ચ આવર્તન સૂચકાંકોમાંથી, 19 સૂચકાંકો સંપૂર્ણ રિકવરી દર્શાવે છે. એટલે કે, અર્થતંત્રનો જે ભાગ આ સૂચકાંકો દર્શાવે છે, ત્યાં સંપૂર્ણ રિકવરી થઈ છે. તે જ સમયે, કેટલાક સૂચકાંકો રોગચાળા પહેલાના સ્તરને પણ વટાવી ગયા છે. આમાં વોલ્યુમના આધારે ઈ-વે બિલ, માલની નિકાસ, કોલસાનું ઉત્પાદન અને રેલવે દ્વારા માલની હેરફેરનો સમાવેશ થાય છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ સૂચવે છે કે આ ક્ષેત્રોમાં માત્ર સંપૂર્ણ રિકવરી જોવા મળી નથી, પરંતુ હવે આ ક્ષેત્રોમાં ગતિ પણ વધી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જાહેર થયેલા બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા પણ આ વાતની સાક્ષી પુરી રહ્યા છે. વાર્ષિક ધોરણે, બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 8.4 ટકાના દરે વધ્યો હતો, અને તેની સાથે ક્વાર્ટરનું ઉત્પાદન પ્રી-પેન્ડેમિક લેવલ એટલે કે 2019-20ના બીજા ક્વાર્ટરને વટાવી ગયું છે.

ક્યા ક્ષેત્રમાં દેખાઈ સૌથી વધારે તેજી

ડેટા અનુસાર, વર્ષ 2019ના સ્તરની સરખામણીએ ઓક્ટોબરમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં 157 ટકાનો વધારો થયો છે, જ્યારે UPI વોલ્યુમ લગભગ ચાર ગણો વધીને 421.9 કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. સામાનની આયાત 55.4 બિલિયન ડોલરના સ્તરે પહોંચી છે, જે 2019ની સરખામણીમાં 146 ટકા વધારે છે. તે જ સમયે, ઑક્ટોબરમાં ઇ-વે બિલનું પ્રમાણ કોવિડ પહેલાના સ્તરથી બમણું થયું. સપ્ટેમ્બર મહિનામાં કોલસાનું ઉત્પાદન 131 ટકા વધીને 11.4 કરોડ ટન થયું છે. તે જ સમયે, રેલ્વે દ્વારા માલની હેરફેરમાં 125 ટકાનો વધારો થયો છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ખાતરનું વેચાણ, વીજ વપરાશ, ટ્રેક્ટરનું વેચાણ, સિમેન્ટ ઉત્પાદન, પોર્ટ ફ્રેઈટ, ઈંધણનો વપરાશ, એર ફ્રેઈટ, આઈઆઈપી અને કોર સેક્ટર તમામ કોવિડ પહેલાની સ્થિતિથી ઉપર છે. તે જ સમયે, તેમણે માહિતી આપી કે હાલમાં, સ્ટીલનો વપરાશ, ઓટો સેક્ટરનું વેચાણ અને હવાઈ મુસાફરોની સંખ્યા કોવિડ પહેલાના સ્તરથી નીચે છે.

આ પણ વાંચો :  ફેસબુકના સીઈઓની સુરક્ષામાં ખર્ચ થાય છે આટલા અરબ રૂપિયા, પણ તેમનો પગાર સાવ આટલો ! જાણીને નવાઈ લાગશે

  • Follow us on Facebook

Published On - 11:57 pm, Mon, 6 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati