દેશના GDPમાં ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો, -7.3 ટકા GDP ઘટી

|

Jun 01, 2021 | 1:31 PM

Indian Economy : નાણાંકીય વર્ષ 2020-21માં દેશના GDP માં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 4 દાયકામાં દેશની GDPમાં આવેલ સૌથી મોટો ઘટાડો છે.

દેશના GDPમાં ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો, -7.3 ટકા GDP ઘટી
સાંકેતિક તસ્વીર

Follow us on

Indian Economy : કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે પણ દેશનો GDP નીચો રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર વર્ષ 2020-21 દરમિયાન દેશનો GDPમાં 7.3 ટકાનો ઘટડો થયો છે. પણ આ સમાચાર સાથે રાહતની વાત એ છે કે કોરોનાની બીજી લહેરમાં દેશનો જીડીપી વધી રહ્યો છે.

2020-21 દરમિયાન 7.3 ટકા ઘટ્યો GDP
કોરોનાની બીજી લહેરમાં પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) ને ભારે નુકસાન થયું છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (Ministry of Statistics & Programme Implementation) અંતર્ગત નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફીસ (NSO) એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર નાણાંકીય વર્ષ 2020-21માં દેશના GDPમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા 4 દાયકામાં દેશની GDPમાં આવેલ સૌથી મોટો ઘટાડો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ચોથા ત્રિમાસિક ગાળામાં વધ્યો GDP
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. પણ આ સમાચાર વચ્ચે પણ સારા સમાચાર એ છે કે 2020-21 ના ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચમાં દેશનો GDP 1.6 ટકા વધ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોનાની બીજી લહેર પહેલા દેશની અર્થવ્યવસ્થા રિકવરીના રસ્તા પર હતી.

 


GDPમાં 8 ટકા ઘટાડાનું હતું અનુમાન
ભારતીય અર્થતંત્રમાં (Indian Economy) નાણાંકીય વર્ષ 2020-21માં GDPમાં 8 ટકા ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આનું કારણ એ છે કે ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે સૌથી વધુ માઠી અસર અર્થતંત્ર પર પડી હતી. નાણાંકીય વર્ષ 2019-20માં દેશનો GDP ગ્રોથ 4 ટકા હતો. 2020-21માં GDPમાં 8 ટકા ઘટાડાનું અનુમાન સામે 7.3 ટકાના ઘટાડાથી પણ સુધારો જોવા મળી રહ્યો છે.

નાણાકીય ખાધ GDP ના 9.3 ટકા
નાણાકીય વર્ષ 2020-21માં નાણાકીય ખાધ કુલ જીડીપી ના 9.3 ટકા રહી હતી. જે નાણાં મંત્રાલયના 9.5 ટકાના સુધારેલા અંદાજ કરતાં ઓછી છે. CAG એ નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્ર સરકારના મહેસુલ ખર્ચનો હિસાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે પાછલા નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ 7.42 ટકા હતી.

આ પણ વાંચો : Supreme Court માં કેન્દ્ર સરકારનો દાવો, વર્ષના અંત સુધીમાં 18 થી વધુ ઉંમરના તમામનું Vaccination પૂર્ણ થશે

Published On - 8:02 pm, Mon, 31 May 21

Next Article