ચાલુ નાણાકીય વર્ષમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે, મોંઘવારીને નિયંત્રણમાં લાવવાનું કામ ચાલુ છે: રિપોર્ટ

|

Aug 11, 2022 | 11:40 PM

મોંઘવારી (inflation) હોવા છતાં વર્તમાન નાણાકીય વર્ષમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર (Indian Economy) હશે. એક વરિષ્ઠ સરકારી સૂત્રએ બુધવારે આ માહિતી આપી હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે, મોંઘવારીને નિયંત્રણમાં લાવવાનું કામ ચાલુ છે: રિપોર્ટ
Indian Economy (Symbolic Image)

Follow us on

મોંઘવારી (inflation) હોવા છતાં વર્તમાન નાણાકીય વર્ષમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હશે. એક વરિષ્ઠ સરકારી સૂત્રએ બુધવારે આ માહિતી આપી હતી. સૂત્રએ કહ્યું કે સરકાર મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે રિઝર્વ બેંક સાથે સતત કામ કરી રહી છે. સૂત્રએ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર જે માહિતી મળી રહી છે તે દર્શાવે છે કે ખાદ્યતેલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવી છે. તેમના મતે ચોમાસું સારું રહેવાની ધારણા છે. આગામી સમયમાં મોંઘવારી પરનું દબાણ હળવું થવાની ધારણા છે.

મોંઘવારી RBI સ્તરથી ઉપર

તમને જણાવી દઈએ કે રિટેલ ફુગાવો સતત ભારતીય રિઝર્વ બેંક (RBI)ના સંતોષજનક સ્તરથી ઉપર રહ્યો છે. જૂન મહિનામાં મોંઘવારી દર 7.01 ટકા રહ્યો છે. રિઝર્વ બેંકને ફુગાવાને 2 ટકાની વધઘટ સાથે 4 ટકા પર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તે સતત છ મહિના સુધી સંતોષકારક સ્તરથી ઉપર રહી છે. સૂત્રએ જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિમાં મંદીનો પ્રશ્ન જ ઊભો થતો નથી અને દેશ વર્તમાન નાણાકીય વર્ષ અને આગામી નાણાકીય વર્ષમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર હશે.

રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીન અને તાઈવાન વચ્ચે વધતા તણાવને કારણે સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિ છતાં સુત્રો દ્વારા વધુ સારા આર્થિક વિકાસ દરની આશા વ્યક્ત કરવામાં આવી છે. વધતી જતી વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ (CAD) પર તેની અસર અંગે તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં થોડો ઘટાડો થયો છે, ખાતરના ભાવમાં ઘટાડો થયો છે. આ બધાને જોતાં CADમાં ઘટાડો થવાની ધારણા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ક્રિપ્ટોકરન્સી વિશે સુત્રોએ શું કહ્યું?

ક્રિપ્ટો કરન્સી અંગે સૂત્રએ કહ્યું કે આ અંગે સાવચેત રહેવાની જરૂર છે અને તાજેતરના વઝીરએક્સ કેસમાં ક્રિપ્ટો વ્યવહારોમાં ઘણી અનિયમિતતાઓ બહાર આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અંગે તેમણે કહ્યું કે કેસિનો પર જીએસટી લાદવા અંગે વિચારી રહેલા મંત્રી જૂથ એક-બે દિવસમાં નાણામંત્રીને રિપોર્ટ સુપરત કરી શકે છે. વધતી કિંમતો આવનારા સમયમાં રાહત લાવી શકે છે અને એક વરિષ્ઠ સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર મોંઘવારીનું દબાણ હવે ઓછું થતું જણાય છે. તેમના મતે વિદેશી બજારોમાં ભાવ નીચે આવી રહ્યા છે.

Next Article