ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે : મુકેશ અંબાણી

|

Oct 10, 2020 | 12:48 PM

રિલાયન્સ ઈન્ડસ્ટીઝના સીએમડી મુકેશ અંબાણી, ભલે વિશ્વના ટોચના ધનિકોમાં ગણના પામ્યા હોય, પણ આ ગુજ્જુ ઉદ્યોગપતિએ, ભારતની જમીન સાથે ક્યારેય લગાવ ઓછો થવા દીધો નથી. મને પૂરો વિશ્વાસ છે કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે. ડિજિટલ ક્નેક્ટિવિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, સ્માર્ટ ડિવાઈઝ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ડિજિટલ ટેકનિક ચોથી ઔદ્યોગિક ક્રાંતિની […]

ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે : મુકેશ અંબાણી

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટીઝના સીએમડી મુકેશ અંબાણી, ભલે વિશ્વના ટોચના ધનિકોમાં ગણના પામ્યા હોય, પણ આ ગુજ્જુ ઉદ્યોગપતિએ, ભારતની જમીન સાથે ક્યારેય લગાવ ઓછો થવા દીધો નથી. મને પૂરો વિશ્વાસ છે કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે. ડિજિટલ ક્નેક્ટિવિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, સ્માર્ટ ડિવાઈઝ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ડિજિટલ ટેકનિક ચોથી ઔદ્યોગિક ક્રાંતિની  ભારત કરોડરજ્જૂ બનશે, તેમ મુકેશ અંબાણીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સીરિઝ 2020 માં ભાગ લેતા કહ્યું હતું.

વર્ચ્યુઅલ કોન્ફોરન્સમાં  મુકેશ અંબાણીએ કહ્યું કે, જો ભારતને લીડરશીપ પોઝિશન હાંસલ કરવી છે તો તેણે અલ્ટ્રા હાઈ સ્પીડ કનેક્ટિવિટી, એફોર્ડેબલ સ્માર્ટ ડિવાઈઝ અને શ્રેષ્ઠ ડિજિટલ એપ્લિકેશન અને સોલ્યુશન પર ધ્યાન આપવું પડશે. જિઓની સફળતાને ટાંકતા અંબાણીએ ઉમેર્યું હતું કે જિઓ આવ્યું તે પહેલાં ભારત 2જીમાં અટક્યું હતું. જિઓ મારફતે દેશને પહેલીવાર આઈપી બેઝડ નેટવર્ક કનેક્ટિવિટી મળી છે. 2જી નેટવર્ક લગાવવામાં ભારત દેશને 25 વર્ષ લાગી ગયા હતા ત્યાં જિઓએ માત્ર 3 વર્ષમાં ભારતમાં 4જી નેટવર્ક ઉભું કરી દીધું હતું.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટી, એફોર્ડેબલ ડિવાઈઝ અને ડિજિટલ એપ્લિકેશન તેમજ સોલ્યુશનને એક સાથે જોડવામાં આવ્યું તો અસાધારણ રિઝલ્ટ મળ્યું છે. અગાઉના વર્ષોની તુલનામાં આજે ભારતીઓ ૩૦ ગણો વધુ ડેટા યુઝ કરી રહ્યા છે.  ડેટા યુઝ 0.2 અબજથી 1.2 અબજ થઈ ગયો છે. અંબાણીએ જિઓ ટૂંક સમયમાં ભારતમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરવાણી હોવાની માહિતી પણ જાહેર કરી હતી.

આ પણ વાંચોઃશુ આપ જાણો છો, કપરા સમયને પહોચી વળવા દેશ પણ સોનુ રીઝર્વ રાખે છે, સોનાનો ભંડાર ધરાવનારા ટોચના 10 દેશમાં ભારત પણ સામેલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article