ઉડ્ડયન ક્ષેત્રે ભારતની મોટી ઉડાન, જાપાનને પછાડી ભારત બન્યુ વિશ્વનું પાંચમું મોટુ એવિએશન માર્કેટ
ભારતમાં હવાઈ યાત્રા કરનારા લોકોની સંખ્યામાં ઝડપી ગતિએ વધી રહી છે. ભારત દુનિયાનું પાંચમુ મોટુ એવિએશન માર્કેટ બનીને ઉભર્યુ છે. ગત વર્ષે 21 કરોડથી વધુ લોકોએ ભારતમાં હવાઈ યાત્રા કરી છે. હવે માત્ર ચાર દેશો જ આ મામલે ભારતથી આગળ વધી રહ્યા છે. જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

ભારત વિશ્વમાં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમી છે. આ સાથે જ દેશનુ એવિએશન માર્કેટ પણ તેજીથી આગળ વધી રહ્યુ છે. ભારત હવે દુનિયાનું પાંચમુ મોટુ એવિએશન માર્કેટ બની ગયુ છે. તેમણે જાપાનને પછાડી એક ઉપલબ્ધિ હાંસિલ કરી છે. જ્યારે મુંબઈ-દિલ્હી રૂટ દુનિયાના સૌથી વ્યસ્ત હવાઈ માર્ગોની લિસ્ટમાં સાતમાં સ્થાન પર રહ્યો છે. ઍરલાઈન કંપનીઓની સંસ્થા ઈન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ની વર્લ્ડ ઍર ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટીક્સમાં આ વાત સામે આવી છે. IATA દુનિયાભરની લગભગ 350 ઍરલાઈન કંપની સામેલ છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ઍર પેસેન્જર્સની સંખ્યામાં 2023ની તુલનામાં વર્ષ 2024માં 11.1% ની વૃદ્ધિ નોંધાવી છે. આ દરમિયાન ઍર પેસેન્જર્સની કૂલ સંખ્યા 21.1 કરોડ રહી છે. આ સંખ્યા જાપાનથી વધુ છે જ્યા વર્ષ 2024માં 20.5 કરોડ યાત્રીકોએ હવાઈ યાત્રા કરી. જો કે જાપાનમાં ઍર પેસેન્જર્સનો વાર્ષિક વૃદ્ધિ દર...
