ભારત જીડીપી: અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન, શું છે જીડીપી ? જાણો ભારતનું સ્થાન

ભારતનો જીડીપી પ્રથમ વખત 4 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી પર થયો છે. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. જીડીપીની દ્રષ્ટિએ અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન બીજા સ્થાને અને જાપાન ત્રીજા સ્થાને છે. જર્મની ચોથા સ્થાને છે. જીડીપી વૃદ્ધિ દર એ દેશના આર્થિક પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ સૂચક છે. GDP ની ગણતરી દેશની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સી દ્વારા કરવામાં આવે છે.

ભારત જીડીપી: અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન, શું છે જીડીપી ? જાણો ભારતનું સ્થાન
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 11:28 PM

ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ સાથે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પણ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

મોડી રાત્રે સીમાચિહ્ન કર્યું હાંસલ

જીડીપી લાઈવ ડેટા અનુસાર ભારતે 18મી નવેમ્બરે મોડી રાત્રે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. 18 નવેમ્બર, 2023 ના રોજ, લગભગ 10:30 વાગ્યે, ભારતના જીડીપીનું કદ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચોથા ક્રમના જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો છે.

અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે

અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકાની જીડીપી 25.5 ટ્રિલિયન ડોલર છે. ચીન 18 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે બીજા સ્થાને છે. જ્યારે જાપાનનું અર્થતંત્ર 4.2 ટ્રિલિયન ડોલર અને જર્મનીનું અર્થતંત્ર 4 ટ્રિલિયન ડોલર છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

2030 સુધીમાં ભારત માત્ર જાપાન જ નહીં પરંતુ જર્મનીથી પણ આગળ નીકળી જશે.

દરમિયાન, S&P ગ્લોબલ માર્કેટ્સ સિવાય, અન્ય કેટલીક વૈશ્વિક સંસ્થાઓએ પણ સમાન દાવા કર્યા છે. ભારતની 2030 સુધીમાં વધીને $7.3 ટ્રિલિયન થઈ જશે. 2030 સુધીમાં ભારત માત્ર જાપાન જ નહીં પરંતુ જર્મનીથી પણ આગળ નીકળી જશે. ભારતની વર્તમાન જીડીપી 2022માં $4 ટ્રિલિયન છે, જે 2030 સુધીમાં વધીને $7.3 ટ્રિલિયન થઈ જશે. રિપોર્ટમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીનું કારણ સ્થાનિક માંગમાં વધારો થયો છે.

શું છે જીડીપી ?

જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તે આપેલ સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદિત તમામ અંતિમ માલ અને સેવાઓનું કુલ આર્થિક મૂલ્ય છે. સામાન્ય રીતે દેશના જીડીપીની ગણતરી કરવા માટે એક વર્ષનો સમયગાળો વપરાય છે. જીડીપી એ દેશના આર્થિક સ્વાસ્થ્યનું વ્યાપક સ્કોરકાર્ડ છે.

આ પણ વાંચો : પાંચ રાજ્યોની ચૂંટણી નક્કી કરશે શેરબજારની દિશા, આ આંકડાઓ પર રહેશે નજર

જીડીપી એ દેશના વિકાસ અને આર્થિક પ્રગતિની ઓળખ સ્વરૂપે માનવમાં આવે  છે. જીડીપી વૃદ્ધિ દર એ દેશના આર્થિક પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ સૂચક છે. GDP ની ગણતરી દેશની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સી દ્વારા કરવામાં આવે છે, સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને. ખર્ચ, આઉટપુટ અથવા આવકનો ઉપયોગ કરીને જીડીપીની ગણતરી ત્રણ અલગ અલગ રીતે કરવામાં આવે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">