પગારમાંથી કપાઈ ગયો છે ઈન્કમટેક્સ ? હજુ પણ સમય છે, આમ કરીને રિફંડ મેળવી લો

|

Mar 19, 2024 | 5:02 PM

નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરામાં છૂટ મેળવવા માટે માત્ર 31 માર્ચ સુધીનો જ સમય છે. નિયમો અનુસાર, જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરામાં છૂટ મેળવવા માંગતા હો, તો તમે કોઈપણ ચિંતા વિના 31 માર્ચ સુધી કરમુક્ત રોકાણ કરીને તેનો લાભ મેળવી શકો છો.

પગારમાંથી કપાઈ ગયો છે ઈન્કમટેક્સ ? હજુ પણ સમય છે, આમ કરીને રિફંડ મેળવી લો

Follow us on

જો તમારા ફેબ્રુઆરી મહિનાના પગારમાંથી ઈન્કમટેક્સ કાપવામાં આવ્યો હોય અને માર્ચ મહિનાના પગારમાંથી પણ ઈન્કમટેક્સ કાપવામાં આવે તેમ હોય તો તમારી પાસે હજુ થોડાક દિવસો છે. તમે કેટલુક એવુ કરો જેથી તમારો કપાયેલો પગાર પાછો મળે અથવા તો ઈન્કમટેક્સ રિટર્ન ભરીને રિફંડ મેળવી લો. પરંતુ તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય બને ? ઈન્કમ ટેક્સ ચૂકવવા પાત્ર સ્લેબમાં આવવાને કારણે તમારા પગારમાંથી ઈન્કમટેક્સ કપાઈ જાય છે. જો તમે ઇચ્છો તો, હજુ પણ તમે ઈન્કમટેક્સની બચત માટે કેટલાક પગલાં લઈ શકો છો. આના માટે તમારી પાસે હવે માત્ર 31 માર્ચ સુધીનો જ સમય બાકી રહ્યો છે.

ખરેખર તો જૂની કર પધ્ધતિ હેઠળ, કરદાતાઓ તેમના કેટલાક કરમુક્ત રોકાણની વિગતો આપીને કર મુક્તિ મેળવી શકે છે. પરંતુ, નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરામાં છૂટ મેળવવા માટે માત્ર 31 માર્ચ સુધીનો સમયગાળો નિર્ધારિત હોય છે. જો તમારો પગાર આવકવેરાને કારણે કાપવામાં આવ્યો છે, તો તમારી પાસે તેને પાછો મેળવવા માટે કયા વિકલ્પો છે ? તે જાણો.

31મી માર્ચ સુધી તક

દેશના મોટાભાગના કરપાત્ર આવક ધરાવનારા પગારદાર લોકો છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ટેક્સ બચાવવા માટે પગલાં ભરે છે. મોટાભાગના લોકો માર્ચના અંતિમ સપ્તાહમાં ટેક્સ બચાવે છે. જો તમારી કંપની કે સંસ્થામાં પણ રોકાણનો પુરાવો સબમિટ કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી સુધી હતી, તો હવે કયો વિકલ્પ બચ્યો છે? તમારા મનમાં એક પ્રશ્ન પણ હશે કે જ્યારે ટેક્સ બચાવવા માટે રોકાણની છેલ્લી તારીખ 31 માર્ચ છે, તો પછી કંપનીઓ અત્યાર સુધીની વિગતો અગાઉથી કેમ એકત્રિત કરે છે?

ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

અત્રે ઉલ્લેખનીય છે કે, આવકવેરાના નિયમો અનુસાર, જો તમે તમારી સંસ્થામાં જ્યાં તમે કામ કરો છો ત્યાં નાણાકીય વર્ષ 2023-24 માટે રોકાણનો પુરાવો સબમિટ કર્યો છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે 31મી માર્ચ સુધી રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકો છો. આ માટે ખૂબ જ સરળ પદ્ધતિઓ છે.

ઈન્કમટેક્સ રિટર્ન માં 31 માર્ચ સુધીના રોકાણનો ઉલ્લેખ કરો

નિયમો અનુસાર, જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરામાં છૂટ મેળવવા માંગતા હો, તો તમે કોઈપણ ચિંતા વિના 31 માર્ચ સુધી રોકાણ કરીને કરમુક્તિનો લાભ મેળવી શકો છો. જો તમે જ્યાં કામ કરો છો ત્યાં આવકવેરા સંબંધિત રોકાણનો પુરાવો અને ઘર ભાડા અંગેના દસ્તાવેજો સબમિટ કર્યા હોય તો પણ. તમે 31મી માર્ચ સુધી રોકાણ કરીને અને 31મી જુલાઈ પહેલા ITR ફાઇલ કરીને સંપૂર્ણ મુક્તિ મેળવી શકો છો. જેમાં તમે ઘર ભાડા સહિત તમામ રોકાણ દસ્તાવેજો સબમિટ કરી શકો છો, જે આવકવેરાના નિયમો હેઠળ માન્ય છે.

એટલે કે, ટેન્શન ફ્રી હોવાને કારણે, તમે 31મી માર્ચ સુધીમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ કે જે ટુંકમાં પીપીએફ તરીકે ઓળખાય છે. જીવન વીમો, એનએસસી અને મેડીક્લેઈમ ખરીદી શકો છો અને આ દસ્તાવેજના આધારે 31મી જુલાઈ સુધીમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો અને તેનો દાવો કરી શકો છો. આટલું જ નહીં, જો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ટેક્સના કારણે તમારો પગાર કાપવામાં આવે છે, તો તમે ક્લેમ કરતાની સાથે જ તે રકમ પણ પરત મળી જશે. તેથી, આ માટેની અંતિમ તારીખ 31 માર્ચને ધ્યાનમાં લો.

ટેક્સ ના પૈસા કેવી રીતે બચાવવા?

આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ રોકાણ કરીને, તમે તમારી કરપાત્ર આવકમાંથી રૂ. 1,50,000 સુધીની રકમ બચાવી શકો છો. જેમાં જીવન વીમા પૉલિસી માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ, બાળકોની શાળાની ટ્યુશન ફી, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, હોમ લોન હેઠળ ચૂકવવામાં આવેલી હપ્તાની રકમ જેવા રોકાણનો સમાવેશ થાય છે.

નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરવાથી રૂ. 50 હજારનો વધારાનો ફાયદો

આ સિવાય તમે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં રોકાણ કરીને 50 હજાર રૂપિયાનો વધારાનો લાભ મેળવી શકો છો. તમે તબીબી વીમો ખરીદીને પણ કર મુક્તિ મેળવી શકો છો. આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ પર પણ કર મુક્તિ ઉપલબ્ધ છે. તમે કલમ 80 સીસીડીની પેટા કલમ 1 બી હેઠળ વાર્ષિક રૂ. દોઢ લાખ અને વધારાના રૂ. 50 હજારનું પણ રોકાણ કરી શકો છો. એનપીએસમાં રોકાણ કરીને, તમે આવકવેરામાં કુલ રૂ. 2 લાખની છૂટ મેળવી શકો છો.

Next Article