INCOME TAX વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 25301 કરોડ રિફંડ કર્યા, શું તમને મળ્યું તમારું રિફંડ ?

|

May 27, 2021 | 8:10 AM

આવકવેરા વિભાગે એક યાદીમાં જણાવ્યું હતું કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.45 લાખ કરદાતાઓને 25,301 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. રિફંડ થયેલ કુલ રકમમાંથી રૂ. 7,494 કરોડ વ્યક્તિગત આવકવેરાના હેઠળ 15 લાખથી વધુ કરદાતાઓને જ્યારે કંપની વેરા હેઠળના 44,140 કરદાતાઓને રૂ. 17,807 કરોડ ચૂકવવામાં આવ્યા છે.   Web Stories View more અથાણું આ […]

INCOME TAX વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 25301 કરોડ રિફંડ કર્યા, શું તમને  મળ્યું તમારું રિફંડ ?
Income Tax Department

Follow us on

આવકવેરા વિભાગે એક યાદીમાં જણાવ્યું હતું કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.45 લાખ કરદાતાઓને 25,301 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. રિફંડ થયેલ કુલ રકમમાંથી રૂ. 7,494 કરોડ વ્યક્તિગત આવકવેરાના હેઠળ 15 લાખથી વધુ કરદાતાઓને જ્યારે કંપની વેરા હેઠળના 44,140 કરદાતાઓને રૂ. 17,807 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આવકવેરા વિભાગે ટ્વિટર પર લખ્યું છે, “સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 1 એપ્રિલ 2021 થી 24 મે 2021 સુધીમાં 15.45 લાખથી વધુ કરદાતાઓને 25,301 કરોડ રૂપિયાથી વધુ પરત આપ્યા છે”. આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી નથી કે આ રકમ કયા નાણાકીય વર્ષ સાથે સંકળાયેલી છે. જો કે, એવું માનવામાં આવે છે કે રિફંડ નાણાકીય વર્ષ 2019-20 માટે ભરવામાં આવેલા ટેક્સ રીટર્નથી સંબંધિત છે.

પાછલા નાણાકીય વર્ષમાં વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યા હતા. 2020-21 નાણાકીય વર્ષમાં કરદાતાઓને પરત કરાયેલી રકમ 2019-20 માં પરત કરવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયા કરતા 43.2 ટકા વધારે છે.

 

તમે રીફંડની સ્થિતિ આ રીતે તપાસી શકો છો

>> આ માટે તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. અહીં તમે તમારૂ પોર્ટલ લોગ ઇન કરો. પોર્ટલ લોગ ઈન માટે તમારે તમારો પાન નંબર, ઇ-ફાઇલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવો પડશે.
>> તમારી પોર્ટલ પ્રોફાઇલ ખુલ્યા બાદ તમારેView returns/forms’ પર ક્લિક કરવું પડશે.
>> આગલા સ્ટેપમાં તમે ‘Income Tax Returns’ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી સબમિટ કરશો. હાયપરલિંક એક્નોલેજ નંબર પર ક્લિક કર્યા પછી નવી સ્ક્રીન ખુલશે.
>> આ સ્ક્રીન પર તમને ફાઇલિંગ, પ્રોસેસ ટેક્સ રીટર્નની સમયમર્યાદા વિશેની માહિતી મળશે. તેમાં ફાઇલિંગની તારીખ, રિટર્નની પુષ્ટિની તારીખ, પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ, રિફંડ આપવાની તારીખ અને ચુકવણી રિફંડ વિશેની માહિતી શામેલ હશે.
>> જો તમારો ટેક્સ રિફંડ નિષ્ફળ જાય છે તો પછી આ સ્ક્રીન પર તમને જણાવવામાં આવશે કે તમારા દ્વારા ફાઇલ કરાયેલ રીટર્ન નિષ્ફળ થયું છે.

Published On - 8:10 am, Thu, 27 May 21

Next Article