CEO તરીકેના અંતિમ પત્રમાં Jeff Bezos એ કહ્યો એક કિસ્સો : 24 વર્ષ પહેલાં દંપતીએ Amazonના ખરીદ્યા હતા બે શેર ,આજે તેમાંથી લઈ રહ્યા છે ઘર

|

Apr 18, 2021 | 5:49 PM

વિશ્વના સૌથી અમિર વ્યક્તિ જેફ બેઝોસે એમેઝોનના સીઈઓ તરીકે તેના અંતિમ પત્રમાં શેરહોલ્ડરોને એક વાર્તા કહી છે.

CEO તરીકેના અંતિમ પત્રમાં Jeff Bezos એ કહ્યો એક કિસ્સો  : 24 વર્ષ પહેલાં દંપતીએ Amazonના ખરીદ્યા હતા બે શેર ,આજે તેમાંથી લઈ રહ્યા છે ઘર
JEFF BEZOZ - CEO AMAZON

Follow us on

વિશ્વના સૌથી અમિર વ્યક્તિ જેફ બેઝોસે એમેઝોનના સીઈઓ તરીકે તેના અંતિમ પત્રમાં શેરહોલ્ડરોને એક વાર્તા કહી છે. તેમણે એક એવા દંપતી વિશે જણાવ્યું કે જેમણે 1997 માં તેમના 12 વર્ષના પુત્ર માટે કંપનીના બે શેર ખરીદ્યા હતા અને 24 વર્ષ પછી આ દંપતી ઘર ખરીદવા માટે તે બે શેરનો ઉપયોગ કરશે.

મેરી અને લેરી (ગોપનીયતાના કારણોસર આખું નામ વર્ણવાયું નથી) એ બેઝોસને માર્ચ મહિનામાં એમેઝોનને “મહાન” કંપનીમાં ફેરવવા બદલ આભાર માન્યો હતો. દંપતીએ મેલમાં લખ્યું, “શેરના ભાવોમાં સારા વધારાને લીધે, અમે અમારા બંને બાળકો, રિયાન અને કેટી વચ્ચેનો શેર વહેંચવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાયન થોડા શેર વેચીને મકાન ખરીદશે. આ બે શેરનો અમારા પરિવાર પર પ્રભાવ પડ્યો છે. અમે વર્ષ-દર વર્ષે એમેઝોનનું મૂલ્ય વધતાં જોઈને ખુશ છીએ. ”

આ વર્ષે એમેઝોન વેબ સર્વિસિસ (એડબ્લ્યુએસ) ના સ્થાપક એન્ડી જેસી એમેઝોનના સીઇઓ પદ સંભાળશે. તેમણે કહ્યું કે તે હંમેશા આવી વાર્તાઓ સાંભળવા મળે છે. તેમણે કહ્યું, “હું એવા લોકોને ઓળખું છું જેમણે કોલેજ માટે, કટોકટી માટે, ઘરો માટે, રજાઓ માટે, ધંધાકીય વ્યવસાય માટે, પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તેમના એમેઝોન નાણાંનો ઉપયોગ કર્યો છે.” તેમણે કહ્યું, “શેરધારકો માટે અમે બનાવેલી સંપત્તિ પર મને ગર્વ છે. આનાથી તેમના જીવનમાં સુધારો થાય છે. બેઝોસ અનુસાર, એમેઝોને તેના શેરહોલ્ડરો માટે 1.6 ટ્રિલિયન ડોલરની સંપત્તિ બનાવી છે. તેમણે તેમના પત્રમાં કહ્યું, “મારા એમેઝોન શેરોએ મને ધનિક બનાવ્યો છે, પરંતુ 1.4 ટ્રિલિયન ડોલરના વેલ્થ ક્રિએશન્સનું પ્રતિનિધિત્વ કરતા 7/8 થી વધુ શેરોની માલિકી અન્યની છે.”

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કંપની કેવી રીતે વિકસિત થઈ તે વિશે માહિતી આપતાં, જેફ બેઝોસે કહ્યું કે એમેઝોને ગયા વર્ષે 500000 કર્મચારીઓ રાખ્યા છે અને હવે તે વિશ્વભરમાં 1.3 મિલિયન લોકોને રોજગાર આપે છે. તેમણે તેમના પત્રમાં કહ્યું, “અમારી પાસે વિશ્વભરમાં 200 મિલિયનથી વધુ પ્રાઈમ સભ્યો છે. અમારા સ્ટોર્સમાં 1.9 મિલિયનથી વધુ નાના અને મધ્યમ કદના વ્યવસાયો છે અને તે અમારા છૂટક વેચાણમાં 60% હિસ્સો ધરાવે છે. 100 મિલિયનથી વધુ ગ્રાહક સ્માર્ટ હોમ ડિવાઈઝ એલેક્સા સાથે જોડાયેલા છે. “

Published On - 5:48 pm, Sun, 18 April 21

Next Article