કોરોનાકાળમાં જૂના વાહનોની ખરીદીમાં ભારેખમ વધારો, ગયા વર્ષ કરતા વેચાણમાં 3 ગણો વધારો થયો

|

Apr 23, 2021 | 8:34 AM

કોરોના રોગચાળા(Coronavirus Pandemic)એ આખી સિસ્ટમ બદલી નાખી છે. લોકો સામાજિક અંતરને અનુસરવા અને સંક્રમણ ટાળવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે.

કોરોનાકાળમાં જૂના વાહનોની ખરીદીમાં ભારેખમ વધારો, ગયા વર્ષ કરતા વેચાણમાં 3 ગણો વધારો થયો
કોરોનાકાળમાં જૂની કારની માંગમાં ઉછાળો આવ્યો છે.

Follow us on

કોરોના રોગચાળા(Coronavirus Pandemic)એ આખી સિસ્ટમ બદલી નાખી છે. લોકો સામાજિક અંતરને અનુસરવા અને સંક્રમણ ટાળવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. લોકો ઘરેથી ઓફિસમાં આવવા અને જવા માટે તેમના પોતાના વાહનોનો ઉપયોગ સલામત માની રહ્યા છે. આ જ કારણ છે કે કોરોનાકાળમાં જૂની કાર (Used Cars)ની ભારે ખરીદી કરવામાં આવી રહી છે. ગત વર્ષ કરતા આ હાલ ૩ ગણું વેચાણ વધ્યું છે.

નિષ્ણાંતોના મતે કોરોના સંકટમાં લોકોની આવક ઓછી થઈ છે પરંતુ લોકો પોતાની કાર દ્વારા મુસાફરી કરવા માગે છે તેથી સેકન્ડહેન્ડ કાર તેમની પ્રથમ પસંદગી બની છે. એક ઓનલાઇન કાર શોપિંગ વેબસાઇટઅનુસાર આશરે 39 લાખ જૂની કાર 2020-21માં વેચાઈ છે જ્યારે નાણાકીય વર્ષ 2019-20માં આ આંકડો માત્ર 14 લાખનો હતો. એટલે કે અગાઉના વર્ષની તુલનામાં તે લગભગ 3 ગણો વધ્યો છે. લોકો સેકન્ડહેન્ડ વાહનો ખરીદવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે.

 BS6 મોંઘા હોવાથી જુના વાહનો પર પસંદગી
નવા મોટર વેહિકલ અધિનિયમ હેઠળ એપ્રિલ 2020 થી BS6 ના ધોરણો લાગુ કરવામાં આવ્યા હતા. આને કારણે વાહનો BS6 હોવા આવશ્યક છે. નવા બદલાવને કારણે ઓટોમેકરોએ વાહનોના ભાવમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં લોકોએ કોરોના યુગમાં મોંઘીદાટ કાર ખરીદવાને બદલે સેકન્ડહેન્ડ કાર ખરીદવાનું વધુ સારું માન્યું છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન જૂના વાહનોના વેચાણમાં વધારો થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવા વાહનોના વેચાણમાં 36 ટકાનો ઘટાડો થયો છે
એક કાર શોપિંગ વેબસાઇટના ડેટા અનુસાર આ વર્ષે નવા વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં નવા વાહનોના વેચાણમાં 36 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોના મતે જુદા જુદા રાજ્યોમાં લોકડાઉંના કારણે નવા વાહનોનું વેચાણ ઘટ્યું છે.

Next Article