SBIના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, ATMમાંથી પૈસા ઉપાડવા માટે હવે આ નંબર જરૂરી નહીંતર કેશ નહીં મળે

|

Mar 15, 2022 | 7:20 AM

SBI એ ATM આધારિત કેશ ટ્રાન્ઝેક્શનને છેતરપિંડી કરનારાઓ સામે એક પ્રકારનું રસીકરણ ગણાવ્યું છે. જે રીતે કોરોનાની રસીથી તેને પરાજિત કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે OTP આધારિત વ્યવહારો દ્વારા છેતરપિંડી અટકાવવામાં આવશે.

SBIના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, ATMમાંથી પૈસા ઉપાડવા માટે હવે આ નંબર જરૂરી નહીંતર કેશ નહીં મળે
SBI ATM થી પૈસા ઉપાડવા વધુ સુરક્ષિત બન્યા

Follow us on

દેશમાં ATM FRAUD ની ઘટનાઓ ચિંતાજનક સ્તરે વધી રહી છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ATM CARD USERS ને છેતરપિંડીથી બચાવવા માટે એક સુરક્ષાત્મક પગલું લઈને આવ્યું છે. આ પગલા સાથે ભારતની સૌથી મોટી સરકારી બેંકનો હેતુ સાયબર ક્રાઈમ ઘટાડવાનો છે. SBI એ તેના ગ્રાહકોના નાણાંની સુરક્ષા માટે સંખ્યાબંધ સુવિધાઓ શરૂ કરી છે જેથી નાણાકીય જરૂરિયાતો પૂરી થાય તેમજ સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ નવા પગલામાં SBI એ ATM વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે OTP આધારિત વ્યવહારનો નવો નિયમ રજૂ કર્યો છે.

આ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માત્ર OTP દાખલ કરીને જ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને પહેલા તેમના મોબાઈલ ફોન પર એક OTP મળશે જે દાખલ કરી ATMમાંથી રોકડ ઉપાડી શકાય છે. આ પગલું છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. ATM ક્લોનિંગ અથવા અન્ય છેતરપિંડીઓ ટાળવામાં મદદરૂપ થશે કારણ કે OTP વિના કોઈ રોકડ વ્યવહાર થશે નહીં. ATMમાં મોબાઈલ ફોન પર મળેલો OTP દાખલ કર્યા પછી જ પૈસા ઉપાડી શકાશે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

 

 

SBI એ હાલમાં જ એક ટ્વીટમાં આ નવા ફીચરની જાહેરાત કરી છે. SBI એ ATM આધારિત કેશ ટ્રાન્ઝેક્શનને છેતરપિંડી કરનારાઓ સામે એક પ્રકારનું રસીકરણ ગણાવ્યું છે. જે રીતે કોરોનાની રસીથી તેને પરાજિત કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે OTP આધારિત વ્યવહારો દ્વારા છેતરપિંડી અટકાવવામાં આવશે. બેંકે કહ્યું છે કે તેની પ્રાથમિકતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવાની છે. OTP આધારિત રોકડ વ્યવહારોની વિગતો આપતા ટ્વિટર પર આ પોસ્ટમાં એક નાનો વીડિયો પણ ઉમેરવામાં આવ્યો છે.

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે વર્ષ 2020 માં SBI એ સુરક્ષાને ધ્યાનમાં રાખીને OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ રજૂ કરી હતી. આ વખતે આ જ સિસ્ટમ રિફ્રેશ કરવામાં આવી છે અને વધુ સુરક્ષા પગલાં ઉમેરવામાં આવ્યા છે. રોકડ ઉપાડતા પહેલા ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જે ATM પર વેરિફાય કરવાનું રહેશે. જો આ ઓટીપી એટીએમમાં ​​વેરિફાઈ નહીં થાય તો કેશ બહાર આવશે નહીં. તેથી રોકડ ઉપાડવા માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ તમારી સાથે રાખવાની જરૂર પડશે.

નિયમો માત્ર SBI ATMમાં જ કામ કરશે આ નિયમ ફક્ત SBI એટીએમ અથવા ડેબિટ કાર્ડ ધારકો માટે છે. જો તમારી પાસે અન્ય બેંક કાર્ડ છે અને તમે SBI ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો OTPની જરૂર પડશે નહીં. જો તમે SBI કાર્ડ ધારક છો પરંતુ અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા હોવ તો પણ તમે OTP સુવિધાનો લાભ લઈ શકશો નહીં. SBI કાર્ડની સાથે SBI પાસે ATM પણ હોવું જોઈએ. આ કિસ્સામાં OTP આધારિત ATM ટ્રાન્ઝેક્શન થશે.

ગ્રાહકો SBI ATM પર SBI કાર્ડમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે કે તરત જ તેમના મોબાઈલ ફોન પર 4 અંકનો OTP આવશે. એટીએમમાં ​​કાર્ડ નાખ્યા બાદ એક વિન્ડો ખુલશે જેમાં OTP દાખલ કરવાનો રહેશે. તેનાથી OTP વેરિફાય થશે અને ATMમાંથી પૈસા ઉપાડવામાં આવશે.

આ પણ વાંચો : MONEY9: તમારા પગારમાંથી ઘણો બધો ટેક્સ કપાય છે? તો સેલેરી રિસ્ટ્રક્ચર કરાવો, ટેક્સ બચાવો

આ પણ વાંચો : MONEY9: જેટલા વધુ બેન્ક એકાઉન્ટ, તેટલી વધુ ઉપાધી, મિનિમમ બેલેન્સ, વાર્ષિક ચાર્જનો બોજ મફતમાં!

Next Article